PHOTOS: 'હંમેશા સાથે રહેવાની સફર શરૂ થઈ', કુલદીપ યાદવે શેર કરી લગ્નની સુંદર તસવીરો.

ભારતીય સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે પોતાની બાળપણની મિત્ર અને લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ વંશિકા ચઢ્ઢા સાથે લગ્ન કરીને જીવનની નવી સફર શરૂ કરી છે.

કુલદીપ અને વંશિકાના લગ્ન ઉત્તરાખંડના સુંદર હિલ સ્ટેશન મસૂરીમાં યોજાયા હતા. આ એક ખાનગી સમારોહ હતો, જેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.

આ ખાસ પ્રસંગે ક્રિકેટ જગતના દિગ્ગજો પણ હાજર રહ્યા હતા. સુરેશ રૈના, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ કૈફ જેવા સ્ટાર્સે હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

લગ્નના બે દિવસ બાદ કુલદીપે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા લખ્યું કે, 'હંમેશા સાથે રહેવાનો પ્રવાસ હવે શરૂ થયો છે.' ચાહકો આ સુંદર જોડીને સોશિયલ મીડિયા પર ખૂબ જ વધાવી રહ્યા છે.

વંશિકા કાનપુરના શ્યામનગરની રહેવાસી છે અને કુલદીપની બાળપણની દોસ્ત છે.

આ કપલે 4 જૂન, 2025ના રોજ લખનઉમાં સગાઈ કરી હતી. વર્ષો જૂની મિત્રતા હવે પ્રેમમાં બદલાઈ અને બંનેએ ધામધૂમથી લગ્ન કરીને તેને કાયમી સંબંધમાં ફેરવી દીધી છે.

લગ્નના માહોલ બાદ હવે કુલદીપ ફરી મેદાન પર જોવા મળશે. આગામી 28 માર્ચથી શરૂ થતા IPL 2026 માટે તે ટૂંક સમયમાં જ દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે જોડાશે.

More Web Stories