ચેમ્પિયન બની ટીમ ઈન્ડિયા વતન પહોંચી, ચમકતી ટ્રોફી પકડીને જોવા મળ્યો રોહિત શર્મા.

29 જૂન શનિવારના રોજ ભારતીય ક્રિકેટ ટીમે 2024 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

આજે ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી સીધી દિલ્હી પહોંચી હતી. ટીમના આગમન બાદ દિલ્હી એરપોર્ટ પર અલગ-અલગ દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા ગળામાં વિનિંગ મેડલ સાથે હાથમાં હાથમાં ટ્રોફી પકડેલો જોવા મળ્યો હતો.

વિરાટ કોહલી પણ એરપોર્ટની બહાર નીકળતો જોવા મળ્યો હતો. આ સિવાય રિષભ પંત અને અન્ય ખેલાડીઓ પણ જોવા મળ્યા હતા.

ટીમ ઈન્ડિયાએ 29 જૂન, શનિવારે દક્ષિણ આફ્રિકા સામે 2024 T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમી હતી.

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી 7 રનથી જીતીને ટાઈટલ મેચ જીતી લીધી છે. હવે ટીમ આ ચમકતી ટ્રોફી સાથે સ્વદેશ પરત ફરી છે.

More Web Stories