ભારત કે પાકિસ્તાન... સૌથી વધુ વખત એશિયા કપ કોણ જીત્યો?.

એશિયા કપ 2025માં 8 ટીમ ભાગ લઈ રહી છે, જેને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે એટલે કે દરેક ગ્રુપમાં 4 ટીમ છે.

30 ઓગસ્ટથી એશિયા કપની શરૂઆત થઈ રહી છે અને 17 સપ્ટેમ્બરના રોજ ફાઈનલ રમાશે, જેના માટે ભારત, પાકિસ્તાન, અફઘાનીસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળ વચ્ચે મુકાબલો થશે.

એવામાં જાણીએ કે ક્રિકેટનો એશિયા કપ કયા દેશે કેટલી વાર જીત્યો છે.

પાકિસ્તાને બે વાર એશિયા કપ જીત્યો છે, વર્ષ 2000 અને વર્ષ 2012માં.

શ્રીલંકા બીજી સૌથી સફળ ટીમ છે, જેણે એશિયા કપના 6 ખિતાબ પોતાના નામે કર્યા છે. શ્રીલંકાએ 1986, 1997, 2004, 2008, 2014 અને 2022માં એશિયા કપ જીત્યો હતો.

ભારતીય ટીમ આમાં સૌથી આગળ છે. ભારતે અત્યાર સુધી રમાયેલી 16 ટુર્નામેન્ટમાંથી સૌથી વધુ 8 ખિતાબ જીત્યા છે.

ભારતીય ટીમે 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018 અને 2023માં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.

આ ત્રણ ટીમો સિવાય, બાકીની બધી ટીમ તેમના પ્રથમ એશિયા કપ ખિતાબની રાહ જોઈ રહી છે.

More Web Stories