વિશ્વના ટોચના 10 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને તેમના માલિકો.
ફેસબુક, જે હવે મેટા તરીકે ઓળખાય છે, તેના સ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગ છે. 4 ફેબ્રુઆરી, 2004ના રોજ તેમણે ચાર મિત્રો સાથે મળીને તેની શરૂઆત કરી હતી. તેનું મૂળ નામ 'ધ ફેસબુક' હતું.
2005માં PayPal ના ભૂતપૂર્વ કર્મચારીઓ ચાડ હર્લે, જાવેદ કરીમ અને સ્ટીવ ચેન દ્વારા સ્થાપિત, YouTube એક લોકપ્રિય વીડિયો પ્લેટફોર્મ છે. 2006માં ગૂગલએ તેને $1.65 અબજમાં ખરીદ્યું અને આજે તે માસિક એક્ટીવ યુઝરની સંખ્યામાં બીજા ક્રમે છે.
6 ઓક્ટોબર, 2010ના રોજ કેવિન સિસ્ટ્રોમ અને માઇક ક્રાઈગર દ્વારા ઇન્સ્ટાગ્રામની સ્થાપના કરવામાં આવી. શરૂઆતમાં તે માત્ર એક ફોટો શેરિંગ એપ હતી, પરંતુ 2012માં મેટાએ તેને લગભગ $1 અબજમાં ખરીદી લીધું.
યુક્રેનનાં જેન કુમ અને અમેરિકાનાં બ્રાયન એક્ટનએ 2009માં વોટ્સએપની શરૂઆત કરી હતી. આ મેસેજિંગ એપની લોકપ્રિયતા વધતા, માર્ક ઝકરબર્ગએ 2014માં તેને $19 અબજમાં ખરીદી લીધી.
શોર્ટ-ફોર્મ વીડિયો પ્લેટફોર્મ ટિકટોકના સ્થાપક ચાઈનીઝ ઉદ્યોગસાહસિક ઝંગ યીમિંગ છે. તેમણે 2012માં ચીનમાં બાઈટડાન્સ કંપનીની સ્થાપના કરી અને 2017માં ટિકટોકને વૈશ્વિક સ્તરે લોન્ચ કર્યું.
ટ્વિટરની સ્થાપના માર્ચ 2006માં જેક ડોર્સી, નોહ ગ્લાસ, બિઝ સ્ટોન અને ઇવાન વિલિયમ્સએ કરી હતી. રિયલ-ટાઇમ અપડેટ્સ માટે જાણીતું આ પ્લેટફોર્મ 2022માં ઈલોન મસ્ક દ્વારા $44 અબજમાં ખરીદવામાં આવ્યું અને તેનું નામ બદલીને X કરી દેવાયું.
લિન્ક્ડઇન પ્રોફેશનલ નેટવર્કિંગ માટેનું એક મુખ્ય પ્લેટફોર્મ, રીડ ગેરેટ હોફમેન દ્વારા 2002માં સ્થપાયું હતું. 5 મે, 2003ના રોજ સત્તાવાર રીતે લોન્ચ થયા બાદ, ડિસેમ્બર 2016માં માઈક્રોસોફ્ટએ તેને $26.2 અબજમાં ખરીદી લીધું.
2013માં પાવેલ ડુરોવ અને તેમના ભાઈ નિકોલાઈ ડુરોવ દ્વારા સ્થપાયેલ ટેલિગ્રામ, એક એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ છે.
સ્નેપચેટની સ્થાપના ઇવાન સ્પીગલ, બોબી મર્ફી અને રેગી બ્રાઉન દ્વારા 16 સપ્ટેમ્બર, 2011ના રોજ કરવામાં આવી હતી.
પિન્ટેરેસ્ટ વિઝ્યુઅલ ડિસ્કવરી એન્જિનની સ્થાપના 2010માં બેન સિલ્બરમેન, ઇવાન શાર્પ અને પોલ સ્કિયારાએ કરી હતી.