2025માં સૌથી ફાસ્ટ ઇન્ટરનેટ ધરાવતા ટોપ 10 દેશો.

આ લિસ્ટમાં દસમા નંબરે અમેરિકા છે, જેની સ્પીડ 201.3 Mbps છે. અહીં 1GBનો વીડિયો ડાઉનલોડ કરવામાં અંદાજે 41 સેકન્ડ લાગે છે.

નવમા સ્થાને થાઈલેન્ડ છે, જેની ઇન્ટરનેટ સ્પીડ 205.9 Mbps છે. અહીં વીડિયો ડાઉનલોડ થતા 39 સેકન્ડ લાગે છે.

આઠમા નંબરે ફ્રાન્સ છે, જેની સ્પીડ 213.6 Mbps છે. અહીં કોઈ પણ મોટો વીડિયો 38 સેકન્ડમાં ડાઉનલોડ થઈ શકે છે.

સાતમા સ્થાને રોમાનિયા છે, જ્યાં ઇન્ટરનેટ સ્પીડ 218.8 Mbps છે. અહીં વીડિયો ડાઉનલોડ થવામાં અંદાજે 37 સેકન્ડ લાગે છે.

છઠ્ઠા નંબરે દક્ષિણ કોરિયા છે, જેની સ્પીડ 224.7 Mbps છે. અહીં વીડિયો 36 સેકન્ડમાં આસાનીથી ડાઉનલોડ કરી શકાય છે.

પાંચમા સ્થાને ડેનમાર્ક છે, જેની સ્પીડ 229.1 Mbps છે. અહીં વીડિયો કન્ટેન્ટ 35 સેકન્ડમાં ડાઉનલોડ થાય છે.

સ્વિટ્ઝરલેન્ડ ચોથા નંબરે છે, જેની સ્પીડ 234.3 Mbps છે. અહીં વીડિયો ડાઉનલોડ થતા અંદાજે 34 સેકન્ડ લાગે છે.

ત્રીજા સ્થાને મોનાકો છે, જ્યાં 261.5 Mbpsની સ્પીડ મળે છે અને વીડિયો 31 સેકન્ડમાં ડાઉનલોડ થઈ શકે છે.

બીજા નંબરે હોંગકોંગ છે, જેની સ્પીડ 273.0 Mbps છે. અહીં સરેરાશ 30 સેકન્ડમાં વીડિયો ડાઉનલોડ થઈ જાય છે.

આ લિસ્ટમાં સિંગાપોર સૌથી મોખરે છે, જ્યાં ઇન્ટરનેટની સ્પીડ 278.4 Mbps છે. અહીં 1GBનો વીડિયો ડાઉનલોડ કરવામાં માત્ર 29 સેકન્ડ જેટલો સમય લાગે છે.

આ આંકડા cable.co.ukની 'વર્લ્ડવાઇડ બ્રોડબેન્ડ સ્પીડ લીગ 2025' પર આધારિત છે, જે જાન્યુઆરીથી જૂન 2025 દરમિયાન થયેલા કરોડો ટેસ્ટનું પરિણામ છે.

More Web Stories