મધ ક્યારેય કેમ બગડતું નથી? જાણો તેની પાછળનું વિજ્ઞાન.

શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી ખાવાની વસ્તુ છે જે ક્યારેય બગડતી નથી? હા, તે છે આપણું મધ!.

પુરાતત્વવિદોને ઇજિપ્તની પ્રાચીન કબરોમાંથી હજારો વર્ષ જૂની મધની બરણીઓ મળી છે, જે આજે પણ ખાવા માટે એકદમ સુરક્ષિત છે.

મધ એક એવી અદ્ભુત વસ્તુ છે જે વનસ્પતિના રસમાંથી કુદરતી રીતે કાઢવામાં આવે છે અને તે સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે.

તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર 1 કિલો મધ બનાવવા માટે મધમાખીઓએ લગભગ 20 લાખ ફૂલોની મુલાકાત લેવી પડે છે.

1 કિલો મધ એકઠું કરવા માટે મધમાખીઓએ અંદાજે 55,000 માઈલ જેટલી લાંબી ઉડાન ભરવી પડે છે.

સામાન્ય રીતે મધમાં 80-85% કાર્બોહાઈડ્રેટ અને બાકીના ભાગમાં પ્રોટીન, વિટામિન્સ અને એમિનો-એસિડ જેવા જરૂરી તત્વો હોય છે.

મધનું ઘટ્ટપણું તેની શુદ્ધતાની નિશાની છે. જો મધ જામી જાય, તો ગરમ પાણીમાં રાખવાથી તે ફરીથી અસલ પ્રવાહી સ્વરૂપમાં આવી જાય છે.

ભારતીય વાનગીઓમાં મધનો ઉપયોગ સામગ્રી તરીકે અથવા કુદરતી ગળપણ તરીકે વ્યાપકપણે કરવામાં આવે છે.

મધ કુદરતી રીતે ઉધરસ, ગળાની ખરાશ મટાડવામાં અને શરીરની ઇમ્યુનિટી(રોગપ્રતિકારક શક્તિ) વધારવામાં ખૂબ જ મદદરૂપ છે.

એન્ટિસેપ્ટિક ગુણોને કારણે મધ ઘા મટાડવામાં, દાઝ્યા પર લગાવવામાં અને શરીરને ડિટોક્સ કરવામાં પણ રામબાણ ઈલાજ છે.

મધ લાંબો સમય ટકવાનું મુખ્ય કારણ તેમાં રહેલો ઓછો ભેજ છે. મધમાં માત્ર 18% જેટલું જ પાણી હોય છે.

પાણીનું પ્રમાણ ખૂબ ઓછું હોવાને કારણે મધમાં બેક્ટેરિયા કે ફૂગનો વિકાસ થઈ શકતો નથી, જેથી તે વર્ષો સુધી તાજું રહે છે.

More Web Stories