'Pookie'થી લઈને 'Nonce' સુધી, 2025માં ભારતીયોએ સૌથી વધુ શું સર્ચ કર્યું?.
વર્ષ 2025ના ગૂગલ સર્ચ ટ્રેન્ડ્સમાં મનોરંજનની સાથે દેશની સુરક્ષા, મોટી દુર્ઘટનાઓ અને ડિજિટલ કલ્ચરનો પ્રભાવ જોવા મળ્યો હતો. સૈન્ય તણાવ અને વિમાન દુર્ઘટના જેવી ગંભીર ઘટનાઓથી લઈને Gen-Z સ્લેંગ સુધીની બાબતો જાણવા માટે લોકોએ ગૂગલ પર વ્યાપક સર્ચ કર્યું હતું.
એવામાં જાણીએ કે 2025માં ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલા આ શબ્દોનો અર્થ અને તે કેમ ચર્ચામાં હતા.
Ceasefire(સીઝફાયર - યુદ્ધવિરામ) મે 2025માં ભારત-પાક તણાવ દરમિયાન 'ઓપરેશન સિંદૂર' અને 'ઓપરેશન બુનયાન મારુસ' પછી 10 મેના રોજ થયેલા યુદ્ધવિરામ(સીઝફાયર)ને કારણે આ શબ્દ સૌથી વધુ સર્ચ થયો હતો.
Mock Drill(મોક ડ્રીલ) ગૃહ મંત્રાલય દ્વારા 7 મે, 2025ના રોજ 'ઓપરેશન અભ્યાસ' હેઠળ દેશના 244 જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ(કટોકટીના સમયે તૈયારીની તાલીમ) કરાવવામાં આવી હતી, જેના કારણે આ શબ્દ ટ્રેન્ડમાં રહ્યો હતો.
Mayday(મેડે) 12 જૂન, 2025ના રોજ અમદાવાદ પાસે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171ના અકસ્માત બાદ પાઈલટના છેલ્લા સંદેશ 'Mayday'(કટોકટી સમયે મોકલાતો સિગ્નલ)ને કારણે આ શબ્દ ચર્ચામાં આવ્યો હતો.
Pookie(પૂકી) Gen-Z સ્લેંગ 'Pookie'એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. ઇન્ફ્લુએન્સર્સ અને યુવાનોએ આ શબ્દનો ઉપયોગ કોઈ વહાલી વ્યક્તિ કે વસ્તુ માટે પ્રેમ વ્યક્ત કરવા માટે કર્યો હતો.
5201314 ચીનના આ ડિજિટલ લવ કોડનો અર્થ થાય છે - 'હું તને જીવનભર પ્રેમ કરીશ'. 20 મેના રોજ ભારતીય યુવાનો વચ્ચે રોમેન્ટિક મેસેજ તરીકે આ નંબર ખૂબ વાઇરલ થયો હતો.
Stampede(સ્ટેમ્પિડ - નાસભાગ) કુંભ મેળા, મંદિરો અને મોટા કાર્યક્રમોમાં થયેલી દુર્ઘટનાઓ પછી સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપનને લગતા આ શબ્દનો અર્થ સમજવા માટે લોકોએ વારંવાર સર્ચ કર્યું હતું.
Ee Sala Cup Namde(ઈ સાલા કપ નામદે) IPL 2025માં RCBના કેમ્પેઈન અને જીતના જશ્ન દરમિયાન આ કન્નડ સ્લોગન ક્રિકેટ ફેન્સમાં વાઇરલ થયું હતું. કન્નડ ભાષામાં તેનો અર્થ છે - 'આ વર્ષે કપ અમારો છે'.
Nonce(નોન્સ) આંતરરાષ્ટ્રીય ક્રાઈમ અને લીગલ ન્યૂઝમાં આ શબ્દનો ઉપયોગ વધતા, ભારતીય યુઝર્સ તેનો અર્થ સમજવા માટે ઉત્સુક બન્યા હતા. (આ શબ્દનો ઉપયોગ ઘણીવાર ગંભીર ગુનાહિત સંદર્ભોમાં થાય છે).
Latent(લેટન્ટ - સુષુપ્ત) પરીક્ષાની તૈયારી, માનસિક સ્વાસ્થ્ય અને શૈક્ષણિક અહેવાલોમાં આ શબ્દનો ઉપયોગ થવાને કારણે વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ વચ્ચે આ શબ્દ ટ્રેન્ડમાં રહ્યો હતો. તેનો અર્થ 'છુપાયેલું' અથવા 'સુષુપ્ત' થાય છે.