દુનિયાના 10 સૌથી ઘાતક રાસાયણિક હથિયારો, જાણો ક્યારે થયો તેનો ઉપયોગ.

યુદ્ધમાં માત્ર ગોળીઓ કે બોમ્બ જ જીવલેણ નથી હોતા, રાસાયણિક હથિયારો(Chemical Weapons) સૌથી વધુ ભયાનક માનવામાં આવે છે. અત્યાર સુધી અનેક દેશોએ તેનો ઉપયોગ કરીને હજારો લોકોના જીવ લીધા છે.

રશિયા દ્વારા વપરાતા Novichok Agentના સંપર્કમાં આવતા મિનિટોમાં મૃત્યુ થઈ શકે છે, જેનો ઉપયોગ 2018માં સર્ગેઈ સ્ક્રિપલ અને 2020માં એલેક્સી નવલની પર કરવામાં આવ્યો હતો.

સરીન કરતા 10 ગણો વધુ ઝેરી VX ગેસનો ઉપયોગ 2017માં ઉત્તર કોરિયાના કિમ જોંગ નામની હત્યા માટે કરવામાં આવ્યો હતો.

ઈરાક-ઈરાન વચ્ચે 1980માં થયેલા યુદ્ધમાં ઈરાકે શ્વાસ લેવાની ક્ષમતા પર હુમલો કરતા ઘાતક Cyclosarinનો ઉપયોગ કર્યો હતો, તે સીધી શ્વાસ લેવાની ક્ષમતા પર હુમલો કરે છે.

શીત યુદ્ધ દરમિયાન જેનો મોટો સ્ટોક તૈયાર કરાયો હતો તે Soman કેમિકલના સંપર્કમાં આવતા માત્ર 15 મિનિટમાં જ વ્યક્તિનું મોત નીપજે છે.

1995માં ટોક્યો મેટ્રો હુમલામાં વપરાયેલ Sarin ગેસ મિનિટોમાં જ ગૂંગળામણ પેદા કરીને વ્યક્તિનો દમ તોડી નાખે છે.

પ્રથમ વિશ્વયુદ્ધમાં 1915માં વપરાયેલ Phosgene ગેસ ક્લોરીન કરતા વધુ ઘાતક છે, જેના કારણે આશરે 85,000 લોકોના મોત થયા હતા.

પ્રથમ વિશ્વયુદ્ધમાં બેલ્જિયમ અને 2010માં સીરિયામાં વપરાયેલ Chlorine Gasના કારણે અત્યાર સુધી હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મુખ્યત્વે 'ટાર્ગેટ કિલિંગ' માટે વપરાતું Ricin શરીરના શ્વસન અને પાચન તંત્રને સંપૂર્ણપણે ફેલ કરી દે છે.

અમેરિકાએ વિયેતનામ અને યુગોસ્લાવિયાએ કોસોવો યુદ્ધમાં વાપરેલું BZ કેમિકલ સીધો જીવ નથી લેતું, પરંતુ માનસિક ભ્રમ પેદા કરે છે.

પ્રથમ વિશ્વયુદ્ધ અને ઈરાન-ઈરાક યુદ્ધમાં વપરાયેલ Mustard Gas ત્વચા બાળી નાખે છે અને આંખોની રોશની છીનવી લે છે.

More Web Stories