Instagram યુઝર્સ માટે ખુશખબર: હવે DM સેક્શનમાં જોવા મળશે ખાસ ફીચર, પ્રાઇવસી રહેશે એકદમ સેફ.
ઇન્સ્ટાગ્રામે 'ઇન્સ્ટન્ટ્સ'(Instants) નામનું એક નવું શાનદાર ફીચર રજૂ કર્યું છે, જે સ્નેપચેટ અને બી-રીયલએપની જેમ કામ કરશે.
આ નવું ફીચર તમને ઇન્સ્ટાગ્રામના ડાયરેક્ટ મેસેજ(DM) સેક્શનમાં એક અલગ બોક્સ તરીકે જોવા મળશે, જ્યાંથી તેનો ઉપયોગ કરી શકાશે.
આ ફીચર પર ક્લિક કરતા જ કેમેરો ઓટોમેટિક ઓન થઈ જશે, જેમાં ગેલેરીમાંથી ફોટો પસંદ કરવાનો કે કોઈ ફિલ્ટર લગાવવાનો ઓપ્શન નહીં મળે.
આ ફીચરથી પાડેલો ફોટો પબ્લિક પ્રોફાઇલ પર શેર નહીં થાય, તેને તમે માત્ર તમારા ખાસ મિત્રો(Close Friends) સાથે જ શેર કરી શકશો.
તમારા મિત્રો આ ફોટોને માત્ર એક જ વાર જોઈ શકશે અને જો કોઈ મિત્ર આ ફોટો ઓપન નહીં કરે તો તે આપમેળે ડિલીટ થઈ જશે.
યુઝર્સની પ્રાઇવસી જાળવી રાખવા માટે ઇન્સ્ટાગ્રામે આ ફીચરમાં સ્ક્રીનશોટ લેવા પર કે સ્ક્રીન રેકોર્ડિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
મેટાએ આ ફીચર માટે અલગથી એપ પણ બનાવી છે, પરંતુ જો તમને આ ફીચર પસંદ ન આવે તો તમે સેટિંગ્સમાં જઈને તેને સરળતાથી બંધ કરી શકો છો.