વરસાદની સીઝનમાં કેમ્પિંગ માટે જવાના છો? તો આ ટિપ્સ જરૂર જાણી લો.
ચોમાસામાં સામાન્ય ટેન્ટ નકામા સાબિત થઈ શકે છે. પ્રવાસ પર જતા પહેલા, સારી ગુણવત્તાવાળા વોટરપ્રૂફ ટેન્ટ પસંદ કરો જેમાં કવર અને મજબૂત ઝિપ હોય જે વરસાદથી બચાવે.
તમારો મોબાઈલ, પાવર બેન્ક, કપડાં અને અન્ય જરૂરી વસ્તુઓ માટે ડ્રાય બેગ સાથે રાખો. તમારી સાથે વોટરપ્રૂફ બેગ રાખો જેથી વરસાદમાં ભીના થવા પર તમારી બેગ અથવા સામાનને નુકસાન ન થાય.
આ ઉપરાંત તમારી સાથે રેઈનકોટ અને વોટરપ્રૂફ જેકેટ રાખો.
લપસણી સપાટી પર ચાલવા માટે એન્ટી-સ્કિડ જૂતા જરૂરી છે.
ચોમાસામાં કેમ્પફાયર મુશ્કેલ હોઈ શકે છે, તેથી તમારી સાથે વોટરપ્રૂફ લાઇટર, ફ્લેશલાઇટ અથવા હેડલેમ્પ રાખો અને વધારાની બેટરી પેક કરવાનું ભૂલશો નહીં.
પ્રાથમિક સારવાર કીટ ભૂલશો નહીં, તેમજ બેન્ડ-એઇડ્સ, પેઈન કિલર, એન્ટિસેપ્ટિક ક્રીમ દવાઓ જેવી મૂળભૂત વસ્તુઓ સાથે રાખો.
કેમ્પિંગ માટે જવાના ત્યારે તમે સાથે કેમ્પ સ્ટવ રાખી શકો છો, જેથી કેમ્પિંગ દરમિયાન ચા તેમજ મેગી જેવી વસ્તુ બનાવી શકાય.