ઘરમાં પોતુ મારવા માટે વપરાતાં પાણીમાં 4 વસ્તુઓ ઉમેરી દો, નેગેટિવ એનર્જી તરત થશે દૂર!.

ઘણી વખત, ઝાડુ માર્યા પછી પણ ઘરમાં પોઝિટિવિટી અનુભવાતી નથી.

એવામાં ઘર સાફ કરવું એ ફક્ત સ્વચ્છતા માટે જ નહીં, પરંતુ સારા સ્વાસ્થ્ય અને સકારાત્મકતા માટે પણ મહત્ત્વપૂર્ણ છે.

આથી સકારાત્મક ઉર્જા માટે ઘરમાં પોતા મારતી વખતે પાણીમાં આ 4 વસ્તુ ઉમેરી દો, જેથી નેગેટિવિટી દૂર રહેશે.

જ્યારે પણ તમે ઘર સાફ કરો છો, ત્યારે રસોડામાં રાખેલુ સાદું મીઠું સાફ કરવાના પાણીમાં ભેળવો, તે ફક્ત ઘરને સાફ જ નથી કરતું પણ નેગેટિવ એનર્જીને પણ દૂર કરે છે.

પોતા મારવાના પાણીમાં કપૂરની ગોળી પણ ઘરમાં રહેલી નેગેટિવ એનર્જી દૂર કરવામાં મદદ કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

લીમડામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ઘરને સ્વચ્છ રાખવાની સાથે સાથે પોઝિટિવિટી પણ લાવે છે.

હળદર સ્વાસ્થ્યથી લઈને સફાઈ સુધી બધા માટે ફાયદાકારક છે. સફાઈની સાથે, હળદર એક હળવી સુગંધ પણ છોડે છે અને ઘરની નેગેટિવિટી પણ દૂર કરે છે.

More Web Stories