દિલ્હીના સરોજિની માર્કેટમાં સસ્તાં બ્રાન્ડેડ કપડાં ક્યાંથી આવે છે? જાણીલો.
દિલ્હીની પ્રખ્યાત સરોજિની માર્કેટમાં અતિક્રમણ સામેની કાર્યવાહી કર્યા બાદ, ખરીદી સરળ બનાવવા માટે અહીંના રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા છે.
સરોજિની માર્કેટ ખૂબ જ ઓછી કિંમતે સસ્તા બ્રાન્ડેડ કપડાં માટે જાણીતું છે. પણ પ્રશ્ન એ છે કે સસ્તા બ્રાન્ડેડ કપડાં ક્યાંથી આવે છે?.
સરોજિની માર્કેટમાં વિશ્વની ઘણી ઇન્ટરનેશનલ બ્રાન્ડના સસ્તા કપડાં મળી રહે છે. આ બ્રાન્ડ્સ અમુક નાની ખામીઓના કારણે આ કપડાને પોતાના સ્ટોર્સ પર વેચવા માટે રિજેક્ટ કરી દે છે.
ભારત ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સના રિજેક્ટ કરાયેલા કપડાંની આયાત કરીને તેની નાની-નાની ખામીઓ દૂર કરીને તેને બજારમાં લોન્ચ કરવામાં આવે છે.
ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સના કપડાં રિપેર કર્યા પછી, સરોજિની માર્કેટના દુકાનદારો તેને વજન પ્રમાણે ખરીદે છે અને પછી તે સરોજિની માર્કેટમાં ઓછા ભાવે વેચાય છે.
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દુકાનદારો 80 કિલો કપડાં માત્ર 5000 રૂપિયામાં ખરીદે છે.