ચોમાસામાં આ મોડમાં ચલાવો AC, ઠંડકની સાથે વીજળી પણ બચશે.

ઉનાળામાં તો AC નો ઘણો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ચોમાસામાં તમારે AC ઉપયોગ સાવધાની કરવો જોઈએ, નહીં તો તમે બીમાર પડી શકો છો.

મોટાભાગના AC માં એક ખાસ મોડ હોય છે જે ચોમાસામાં ખૂબ ઉપયોગી છે. આ ઠંડક પણ આપશે અને વીજળીનું બિલ પણ ઘટાડશે.

AC માં સામાન્ય રીતે ચાર મોડ હોય છે - કૂલ, ફેન, હીટ અને ડ્રાય મોડ. ડ્રાય મોડ ફક્ત વરસાદી ઋતુ માટે જ આપવામાં આવે છે.

ડ્રાય મોડનું કામ રૂમનો ભેજ ઘટાડવાની સાથે હળવી ઠંડક આપવાનું છે. જેના કારણે બીમારીનું જોખમ ઓછું થાય છે.

વરસાદની ઋતુમાં હવામાં વધુ ભેજ હોય ​​છે, પરંતુ ડ્રાય મોડથી રૂમનો ભેજ ઓછો થઈ જાય છે.

ડ્રાય મોડમાં ACનું કમ્પ્રેસર અટકી અટકીને ચાલે છે અને ફેનની સ્પીડ પણ ઓછી ચાલે છે. જે વીજળી બચાવે છે.

આ મોડમાં AC ચલાવીને 10 થી 20% વીજળી બચાવી શકાય છે.

More Web Stories