રોજનું 1 અખરોટ ખાવાથી શું થાય છે? જાણો 7 ફાયદા.
અખરોટ ખાવાથી મગજ સ્વસ્થ રહે છે, યાદશક્તિ અને એકાગ્રતા વધે છે, હૃદય રોગોનું જોખમ ઘટે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
અખરોટમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.
અખરોટમાં રહેલા એન્ટીઑકિસડન્ટ્સ અને હેલ્ધી ફેટ્સ યાદશક્તિ અને માનસિક શક્તિ વધારે છે.
અખરોટમાં રહેલા હેલ્ધી ફેટ્સ અને વિટામિન E ત્વચામાં નમી જાળવી રાખે છે.
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરીને હૃદયને મજબૂત બનાવે છે.
અખરોટમાં રહેલા ફાઇબર અને હેલ્ધી ફેટ્સ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેનાથી વજન નિયંત્રણમાં મદદ મળે છે.
અખરોટ બ્લડ સુગર લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે.
અખરોટમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારે છે.