સૂર્યાસ્ત પછી ફળો ખાવા કેમ છે નુકસાનકારક? જાણો પાચનતંત્ર પર તેની અસર.

ફળો ખાવા એ શરીર માટે ખૂબ જ ગુણકારી છે. તેમાં જરૂરી વિટામિન્સ અને પોષક તત્વો હોય છે જે શરીરને મજબૂત બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે ખોટા સમયે ફળ ખાવા તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે?.

રાત્રિના સમયે શરીરનો મેટાબોલિઝમ રેટ ધીમો થઈ જાય છે. આને કારણે પાચન પ્રક્રિયા પણ મંદ પડે છે. જો તમે રાત્રે ફળો ખાઓ છો, તો તે એક્સ્ટ્રા કેલરી ફેટમાં ફેરવાઈ શકે છે.

સંતરા, દ્રાક્ષ અને અનાનસ જેવા ખાટા ફળોમાં એસિડનું પ્રમાણ વધારે હોય છે. રાત્રે તેનું સેવન કરવાથી છાતીમાં બળતરા, ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

તરબૂચ અને શક્કરટેટીમાં પાણી અને નેચરલ સુગર વધુ હોય છે. રાત્રે તે ખાવાથી પેટ ભારે લાગે છે અને વારંવાર પેશાબ જવાની જરૂર પડતા તમારી ઊંઘ બગડી શકે છે.

કેરી અને કેળા ખૂબ જ મીઠા અને કેલરીથી ભરપૂર હોય છે. રાત્રે શારીરિક પ્રવૃત્તિ ઓછી હોવાને કારણે આ ફળો પચવામાં મુશ્કેલ પડે છે અને વજન વધવાનું કારણ બની શકે છે.

જો તમારી પાચન શક્તિ નબળી હોય તો રાત્રે ભૂલથી પણ જામફળ ન ખાવું જોઈએ. રાત્રે જામફળ ખાવાથી પેટમાં દુખાવો અને અપચાની સમસ્યા થઈ શકે છે.

નિષ્ણાતોના મતે, ફળો ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો અથવા બપોરનો છે. સૂર્યાસ્ત પછી ફળો ખાવાનું ટાળવું એ જ તમારા સ્વાસ્થ્ય માટે મહત્ત્વનું છે.

More Web Stories