બીમારી સામે રક્ષણ માટે તુલસી-આદુથી બનાવો હેલ્ધી ડ્રિંક! ચહેરા પર આવશે નેચરલ ગ્લો.

નેશનલ હેલ્થ મિશન અનુસાર, તુલસી અને આદુનું પાણી તમારી વેલનેસ રૂટિનનો મહત્ત્વનો ભાગ બની શકે છે.

રાત્રે ગરમ પાણીમાં તુલસીના પાન અને આદુ પલાળી રાખો, અને સવારે ખાલી પેટે તેનું સેવન કરો.

આ નેચરલ ડ્રિંક રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જે મોસમી બીમારીઓ સામે રક્ષણ આપે છે.

તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે, જે શરદી-ખાસી અને ગળાની ખરાશમાં રાહત આપે છે.

આદુમાં રહેલું 'જિંજરોલ' સોજો ઘટાડે છે અને ગેસ, બ્લોટિંગ તથા અપચ જેવી સમસ્યાઓથી તાત્કાલિક રાહત આપે છે.

તુલસી કોર્ટિસોલ હોર્મોનને નિયંત્રિત કરે છે, જેનાથી માનસિક તણાવ ઓછો થાય છે અને મન શાંત રહે છે.

આ ડ્રિંક શરીરમાંથી ટોક્સિન્સ(ઝેરી તત્વો) બહાર કાઢે છે, જેનાથી ખીલ દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે.

આ ડ્રિંક ફેફસાંને સાફ રાખે છે અને શ્વાસ લેવામાં પડતી તકલીફોમાં રાહત આપે છે.

જો તમને અલ્સર, એસિડિટી હોય કે બ્લડ થિનર દવાઓ લેતા હોવ, તો સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

More Web Stories