શરીર માટે 'સુપર મિનરલ' છે મેગ્નેશિયમ! જાણો તેના ફાયદા.

શું તમે જાણો છો? મેગ્નેશિયમ શરીરના 300થી વધુ એન્ઝાઇમ રિએક્શન માટે જવાબદાર છે. તે હાડકાંથી લઈને હૃદય સુધીના દરેક અંગ માટે જરૂરી છે.

કેલ્શિયમની જેમ જ મેગ્નેશિયમ હાડકાંની મજબૂતી માટે અનિવાર્ય છે. તે ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.

મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં અને હૃદયના ધબકારાને લયબદ્ધ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જે હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.

જો તમને વધુ સ્ટ્રેસ રહેતો હોય, તો મેગ્નેશિયમ તમારા માટે વરદાન છે. તે મગજને શાંત રાખે છે અને સારી ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે.

મેગ્નેશિયમ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે, જેનાથી બ્લડ શુગર લેવલ જાળવી રાખવામાં મદદ મળે છે. ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખૂબ જરૂરી છે.

વારંવાર સ્નાયુઓમાં ખેંચાણ(Cramps)આવે તો પણ શરીરમાં મેગ્નેશિયમની ઉણપ હોઈ શકે છે. તે સ્નાયુઓને આરામ આપે છે અને દુખાવો ઘટાડે છે.

પાલક અને લીલા શાકભાજી, બદામ, કાજુ અને પમ્પકિન સીડ્સ, ડાર્ક ચોકલેટ, કેળા, આખા અનાજને તમારા આહારમાં સામેલ કરો, જે મેગ્નેશિયમના બેસ્ટ સોર્સ છે.

શરીરને સ્વસ્થ રાખવા માટે 'સુપર મિનરલ' મેગ્નેશિયમની કમી ન થવા દો. સંતુલિત આહાર લો અને તંદુરસ્ત રહો!.

More Web Stories