ચેતજો! હેલ્ધી મખાના પણ વધુ પ્રમાણમાં ખાશો તો થઈ શકે 6 ગંભીર નુકસાન.

મોટાભાગના લોકો મખાનાનું સેવન વિવિધ રીતે અને વાનગીઓમાં કરે છે. અન આ હેલ્ધી અને ઓછી કેલરીવાળા મખાનાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

મખાનાના વધુ પડતા સેવનથી આંતરડાનું ફંક્શનિંગ પ્રભાવિત થાય છે, જેના કારણે પેટ ફૂલી જાય છે તેમજ કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે.

મખાનામાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે, જેથી તેનું વધુ માત્રામાં સેવન કરતા હાડકાં અને શરીરના અન્ય ભાગોમાં કેલ્સિફિકેશન વધે છે અને ત્વચા પર ફોલ્લીઓ, દાંતને નુકસાન, કોરોનરી આર્ટરી ડિસીઝ અને કિડની સ્ટોનનું જોખમ વધી શકે છે.

પેક કરેલા મખાનામાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે. જેના કારણે બ્લડ પ્રેશર લેવલ વધી શકે છે. જેનાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધે છે.

વધારે મખાના ખાવાથી કેટલાક લોકોને એલર્જી, જેમ કે ત્વચા સંબંધિત સમસ્યાઓ, ફ્લૂ, ઉધરસ અથવા ઝાડા (ડાયેરિયા)ની તકલીફ થઈ શકે છે.

મખાનામાં કેલરી ઓછી હોય છે, પરંતુ વધુ માત્રામાં તેનું સેવન કરવાથી વજન વધી શકે છે.

જો તમને કિડનીમાં પથરીની સમસ્યા હોય તો મખાનાનું સેવન ન કરવું. તેમાં રહેલું કેલ્શિયમ કિડની સ્ટોનનું કદ વધારી શકે છે.

Disclaimer: આપેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય જાણકારીઓની મદદ લીધી છે. આથી નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

More Web Stories