આ 7 ફળોનું સેવન કરો અને હૃદયને સ્વસ્થ રાખો.
આજના સમયમાં ઘણા લોકો હૃદય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છે. જોકે, કેટલાક એવા ફળો છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હૃદય માટે ખૂબ જ જરૂરી છે. તેના સેવનથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.
સફરજન પણ હૃદય માટે ફાયદાકારક છે. તેમાં ફાઇબર, પેક્ટીન અને વિટામિન સી પૂરતા પ્રમાણમાં હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
એવોકાડોમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ સારી માત્રામાં હોય છે જે ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. ઉપરાંત, તેમાં વિટામિન ઈ, ફાઇબર અને પોટેશિયમ પણ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
સંતરા વિટામિન સી અને ફ્લેવોનોઈડ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ તત્વો હૃદયને સ્વસ્થ રાખવા અને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા તેમજ ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે.
દ્રાક્ષમાં રેસવેરાટ્રોલ નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે. તે હૃદય સંબંધિત અન્ય સમસ્યાઓમાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
નાશપતીમાં ફાઇબર વધુ માત્રામાં હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં રહેલું પેક્ટીન બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
અનાનસમાં રહેલા બ્રોમેલિન અને વિટામિન સી રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવા અને ગુડ કોલેસ્ટ્રોલને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.