પુષ્પા-2થી ધુરંધર સુધી: ભારતની સૌથી વધુ કમાણી કરનારી 10 ફિલ્મ.
ભારતીય સિનેમાના ઈતિહાસમાં નવો રેકોર્ડ. 'ધુરંધર' ફિલ્મે ટોપ-10ની યાદીમાં ભવ્ય એન્ટ્રી કરી છે. જાણો કઈ ફિલ્મ કયા સ્થાને છે.
10. ધુરંધર(2025): વર્ષ 2025ની લેટેસ્ટ સેન્સેશન! ₹555.7 કરોડના શાનદાર કલેક્શન સાથે આ ફિલ્મે ટોપ-10માં પોતાનું સ્થાન પાકું કર્યું છે.
9. સ્ત્રી-2 (2024): હોરર-કોમેડીનો જાદુ! શ્રદ્ધા કપૂર સ્ટારર આ ફિલ્મે ₹597.99 કરોડની કમાણી કરીને નવમું સ્થાન જાળવી રાખ્યું છે.
8. છાવા (2025): ઐતિહાસિક શૌર્યગાથા! છાવા ફિલ્મે બોક્સ ઓફિસ પર ₹601.54 કરોડનું કલેક્શન કરી આઠમું સ્થાન હાંસલ કર્યું છે.
7. કાંતારા: અ લેજેન્ડ ચેપ્ટર-1 (2025): ડિવાઈન બ્લોકબસ્ટર! રિષભ શેટ્ટીની આ ફિલ્મે ₹622.42 કરોડની કમાણી સાથે સાતમા ક્રમે ધૂમ મચાવી છે.
6. જવાન(2023) ₹640.25 કરોડ) છઠ્ઠા ક્રમે છે.
5. કલ્કી 2898 AD(2024): પ્રભાસની 'કલ્કી' ₹646.31 કરોડની કમાણી સાથે પાંચમા ક્રમે છે.
4. RRR(2022): ઓસ્કર વિનર ફિલ્મ! એસ.એસ. રાજામૌલીની આ માસ્ટરપીસ ₹782.2 કરોડના કલેક્શન સાથે ચોથા સ્થાને અડિખમ છે.
3. KGF-ચેપ્ટર 2(2022): યશની આ ફિલ્મે ₹859.7 કરોડની કમાણી સાથે ઈતિહાસ રચ્યો હતો, જે આજે પણ ત્રીજા સ્થાને છે.
2. બાહુબલી 2(2017): ભારતીય સિનેમાનો માઈલસ્ટોન! ₹1030.42 કરોડ સાથે બાહુબલી-2 હજુ પણ બીજા ક્રમે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે.
1. પુષ્પા: ધ રૂલ-પાર્ટ 2(2024): ₹1234.1 કરોડના અધધ કલેક્શન સાથે 'પુષ્પા-2' ભારતની ઓલ ટાઈમ નંબર-1 ફિલ્મ બની છે.