2026માં આ એક્ટરની સૌથી મોંઘી ફિલ્મ થશે રિલીઝ, બજેટ જાણીને ચોંકી જશો.

વર્ષ 2026માં બોક્સ ઓફિસ પર શાહરૂખ, આલિયા અને રણબીર જેવા દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર જામશે. આ વર્ષે અનેક મેગા બજેટ ફિલ્મો રિલીઝ થવાની છે, એવામાં સૌથી વધુ બજેટની ફિલ્મ વિષે જાણીએ.

લવ એન્ડ વોર: સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ત્રિપુટી જોવા મળશે. આ ફિલ્મનું અંદાજિત બજેટ 200 કરોડ રૂપિયા છે.

બેટલ ઓફ ગલવાન: રિપોર્ટ્સ મુજબ, સલમાન ખાનની આ હાઈ-વોલ્ટેજ ડ્રામા ફિલ્મ પણ અંદાજે 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહી છે.

ધુરંધર 2: રણવીર સિંહ, અક્ષય ખન્ના, આર. માધવન અને સંજય દત્ત જેવા સ્ટાર્સથી સજ્જ આ ફિલ્મનું બજેટ 250 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે.

દ્રશ્યમ 3: અજય દેવગનની સસ્પેન્સ-થ્રિલર ફ્રેન્ચાઈઝીની આ ત્રીજી ફિલ્મ માટે ફેન્સ ખૂબ આતુર છે. આ મૂવીનું બજેટ 300 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે.

સ્પિરિટ: 'એનિમલ'ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા અને સાઉથ સુપરસ્ટાર પ્રભાસની આ ફિલ્મ પણ મેગા પ્રોજેક્ટ છે, જેનું બજેટ 300 કરોડ રૂપિયા છે.

કિંગ: શાહરૂખ ખાનની આ ફિલ્મમાં તે પોતાની પુત્રી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરશે. આ એક્શન પેક્ડ ફિલ્મનું બજેટ 350 કરોડ રૂપિયા હોવાનું મનાય છે.

આલ્ફા: યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની આ ફિમેલ લીડ એક્શન ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શરવરી વાઘ જોવા મળશે. આ ફિલ્મનું બજેટ 400 કરોડ રૂપિયા છે.

રામાયણ: નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી 'રામાયણ'નું બજેટ 4,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જે તેને ભારતની જ નહીં પણ વિશ્વની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક બનાવે છે.

More Web Stories