કંગના રણૌતે કર્યા સોમનાથ દાદાના દર્શન, પાર્વતી માતાને સાડી અર્પણ કરી.
ગુરુવાર(20 નવેમ્બર)ના કંગનાએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની મુલાકાત લીધી હતી.
સોમનાથ મંદિરમાં તેમણે શિવલિંગ પર જળાભિષેક કર્યો.
કંગનાએ ધ્વજાપૂજા કરીને ભગવાન સોમનાથના આશીર્વાદ લીધા હતા.
પૂજા દરમિયાન કંગનાએ પાર્વતી માતાને સાડી પણ અર્પણ કરી હતી.
સોમનાથ દાદાના દર્શન પહેલાં કંગના દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા હતા.
બુધવારે કંગનાએ દ્વારકાના જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા.
દ્વારકામાં કંગનાએ શાસ્ત્રોક્ત વિધિથી ચરણ પાદુકા પૂજન પણ કર્યું.
કંગનાની આ મુલાકાત ગુજરાતમાં ધાર્મિક અને રાજકીય બંને રીતે ચર્ચામાં રહી છે.