સક્સેસ વચ્ચે સાદગી: અક્ષય ખન્નાએ 'ધુરંધર' હિટ થતા જ અલીબાગમાં કરાવી વાસ્તુ શાંતિ પૂજા.

ફિલ્મ 'ધુરંધર' રિલીઝ થયા પછી ઈન્ટરનેટ પર ચારેબાજુ અક્ષય ખન્નાના જ ચર્ચાઓ છે. 'રહેમાન ડાકુ'ના રોલમાં તે લોકોના દિલ જીતી રહ્યો છે.

એકતરફ આ મૂવી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને સ્ટાર્સ પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, તો બીજી તરફ અક્ષય ખન્ના લાઈમલાઈટથી દૂર છે.

અક્ષય હંમેશા લો-પ્રોફાઈલ રહેવાનું જ પસંદ કરે છે. તેણે મીડિયા સાથે ફિલ્મ વિશે હજુ સુધી કોઈ વાત નથી કરી, પણ તે પોતાના જ અંદાજમાં આ સક્સેસને એન્જોય કરી રહ્યો હોય તેમ લાગે છે.

તાજેતરમાં જ અક્ષયે અલીબાગ સ્થિત તેના બંગલે વાસ્તુ શાંતિ અને હવન કરાવ્યો હતો. આ પૂજા ઘરમાં સુખ-શાંતિ, પોઝિટિવિટી અને આધ્યાત્મિક ઉર્જા વધારવા માટે કરવામાં આવી હતી.

પંડિત શિવમ મ્હાત્રેએ ઈન્સ્ટાગ્રામ પર આ પૂજાનો વીડિયો શેર કરીને આ અંગે જાણકારી આપતા લખ્યું કે, 'મને અક્ષય ખન્નાના ઘરે ભક્તિભાવપૂર્વક પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું.'.

અક્ષયના વખાણ કરતા તેમણે કહ્યું કે, 'તેમનો શાંત સ્વભાવ, સાદગી અને પોઝિટિવ એનર્જીએ આ અનુભવને વધુ ખાસ બનાવી દીધો.'.

પંડિતજીએ અક્ષયની એક્ટિંગના પણ ખૂબ વખાણ કર્યા. તેમણે લખ્યું કે 'છાવા'માં પોતાના પાવરફુલ રોલથી તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું અને 'ધુરંધર'માં તેનું ઈન્ટેન્સ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે.

પંડિતજીએ વધુમાં કહ્યું કે, 'દ્રશ્યમ 2' અને 'સેક્શન 375'માં તે દમદાર લાગતો હતો. અક્ષય પોતાના પાત્રોની પસંદગી ખૂબ જ સમજી-વિચારીને કરે છે. લોકોના દિલમાં તેના માટે હંમેશા માન અને એક ખાસ સ્થાન રહેશે.'.

More Web Stories