સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં સેલેબ્રિટીઝની ધૂમ, જુઓ ઈનસાઈડ તસવીરો.
સુપરસ્ટાર સલમાન ખાને પિતા સલીમ ખાન સાથે કેક કાપીને પોતાના ખાસ દિવસની ઉજવણી કરી.
કેક કટિંગ દરમિયાન સોહેલ ખાન, આયુષ શર્મા અને નાનકડી આયત પણ ભાઈજાનની સાથે જોવા મળ્યા હતા.
બોડીગાર્ડ શેરાએ સલમાનને 'સુપરસ્ટાર' ગણાવીને લખ્યું કે, 'તમારા કારણે જ મને આટલો પ્રેમ અને ઓળખ મળી છે, હું હંમેશા તમારી સાથે મજબૂતીથી ઉભો છું.'.
ક્રિકેટ આઇકોન એમ.એસ. ધોનીથી લઈને બોલિવૂડ ક્વીન કરિશ્મા કપૂર સુધીના દિગ્ગજો આ પાર્ટીની શાન બન્યા હતા.
આદિત્ય રોય કપૂર, જેનિલિયા દેશમુખ અને રકુલ પ્રીત સિંહે પણ પનવેલ ફાર્મહાઉસ પર હાજરી આપી રોનક વધારી હતી.
સંગીતા બિજલાણી, મીકા સિંહ અને મનીષ પોલ જેવા નજીકના મિત્રો સાથે સલમાને જન્મદિવસની ભરપૂર મજા માણી હતી.
ફાર્મહાઉસની બહાર ઉત્સાહથી રાહ જોઈ રહેલા ચાહકો અને પેપરાઝી સાથે પણ સલમાને કેક કાપી આભાર માન્યો હતો.
60માં વર્ષમાં પ્રવેશતા સલમાન ખાનના બર્થડે સેલિબ્રેશનની ઇનસાઇડ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.