મેટ ગાલામાં 83 કરોડનું ગાઉન પહેરીને પહોંચેલા સુધા રેડ્ડી કોણ છે? (Source-sudhareddy/Insta).

વિશ્વના સૌથી મોટા ફેશન શો મેટ ગાલામાં ઇન્ટરનેશનલ સેલેબ્સ વચ્ચે સુધા રેડ્ડીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

સુધા રેડ્ડીએ આ ફેશન ઇવેન્ટમાં રૂ. 83 કરોડથી વધુની કિંમતનું ગાઉન પહેર્યું હતું.

સુધા રેડ્ડી હૈદરાબાદના બિઝનેસમેન પી.વી. કૃષ્ણા રેડ્ડીની પત્ની છે.

સુધા અવારનવાર પોતાના લુકથી લાઈમલાઈટમાં રહે છે. મેટ ગાલાનું તેમનું ગાઉન જ નહીં પરંતુ જ્વેલરી પણ ખૂબ જ કિંમતી છે.

મેટ ગાલામાં તેઓ ડિઝાઈનર તરુણ તાહલિયાની દ્વારા ડીઝાઇન કરેલું અને ગૌતમ કાલરાએ સ્ટાઈલ કરેલું આઈવરી સિલ્ક ગાઉન પહેર્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગાઉન અને ટ્રેલિંગ કેપ 80 કારીગરોની ટીમે લગભગ 4500 કલાકમાં તૈયાર કરી છે.

સુધા રેડ્ડીનું આ ગાઉન જૂના મુગલ બગીચાઓથી પ્રેરિત છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગાઉનની કિંમત 83 કરોડ 49 લાખ 15 હજાર રૂપિયા છે.

આ સાથે તે આ ઇવેન્ટમાં તેમણે રૂ. 166 કરોડની કિંમતનો ડાયમંડ નેકલેસ પહેર્યો હોવાનું કહેવાય છે.

More Web Stories