મેટ ગાલા 2024 ઈવેન્ટનો પ્રારંભઃ હોલિવૂડ કલાકારો સાથે ગુજરાતના મોના પટેલની હાજરીએ બધાને ચોંકાવ્યા.

દર વર્ષે યોજાતી મેટ ગાલાની અલગ અલગ થીમ હોય છે, આ વર્ષે પ્રકૃતિ આધારિત એટલે કે 'ગાર્ડન ઓફ ટાઈમ' થીમ છે.

મોના પટેલ: તે મૂળ વડોદરાના છે અને અમેરિકામાં સ્થાયી છે. આઠ કંપની ધરાવતા મોનાની દસ કરોડ ડોલરથી વધારે નેટવર્થ છે.

આલિયા ભટ્ટ: વર્ષ 2023માં પણ આ ઇવેન્ટમાં તેણે ભાગ લીધો હતો અને આ વર્ષે પણ તેના ડ્રેસના કારણે તે ચર્ચામાં છે.

નતાશા પૂનાવાલા: સીરમ ઈન્સ્ટિટયુટના માલિક અદર પૂનાવાલાના પત્ની અને ફેશનિસ્ટ નતાશા પૂનાવાલા પણ ત્યાં હાજર છે.

જેનિફર લોપેઝ: મેટ ગાલામાં ચાર ચાંદ લગાવતી જેનીફર એન્કરિંગ પણ કરવાની છે.

કિમ કાર્દાશિયન: કિમની આ શોમાં ગ્લેમરસ હાજરીએ બધાને પ્રભાવિત કર્યા છે.

કાયલી મિનોગ: તે પ્રભાવશાળી હોવાનું પુરવાર થયું છે, તેમજ તેની ડ્રેસિંગ સેન્સ પણ શાનદાર છે.

ડેમી મૂરે: તેઓ 60 વર્ષની ઉંમર વટાવી ગયા પછી પણ તેનો પ્રભાવ જાળવ્યો છે.

શકીરા: તેની હાજરીથી લાગે છે એકાદ ડાન્સ પર્ફોર્મન્સ તો હશે જ, તેમજ તે તેની ફેશન માટે પણ જાણીતી છે.

ઈશા અંબાણી: તેની ગ્લેમરસ હાજરીએ લોકોને પ્રભાવિત કર્યા હતા.

More Web Stories