અલ્લુ અર્જુનનો જન્મ 8 એપ્રિલ 1982ના રોજ થયો હતો. અલ્લુને નાનપણથી એક્ટિંગનો શોખ હતો. તેણે 3 વર્ષની ઉંમરમાં જ કેમેરો ફેસ કર્યો. જો કે અલ્લુ લીડ એક્ટર તરીકે ફિલ્મ ‘ગંગોત્રી’થી ફેમસ થયો.

2004માં રિલીઝ થયેલી ‘આર્યા’એ અલ્લુનું જીવન બદલી નાખ્યું. અલ્લુ અર્જુન એક સારો ડાન્સર અને સિંગર પણ છે. અલ્લુ પોતાના જન્મદિવસે બ્લડ ડોનેટ કરે છે.

અલ્લુના અંગત જીવન વિશે વાત કરીએ તો તેણે સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા. પહેલા સ્નેહાના બિઝનેસમેન પિતાએ ના પાડી હતી. જોકે બાદમાં તેઓ લગ્ન માટે સંમત થયા હતા.

2023માં અલ્લુ પાસે 370 કરોડથી વધુની સંપત્તિ હતી. તેની વાર્ષિક આવક 32 કરોડથી વધારે છે. તે દર મહિને 3 કરોડથી વધુની કમાણી કરે છે. અલ્લુ પાસે હૈદરાબાદમાં 100 કરોડનું આલિશાન ઘર છે.

અલ્લુ અર્જુન હૈદરાબાદમાં આવેલી ‘300 જ્યુબિલી’ નાઈટ ક્લબના માલિક છે. તે એક ફિલ્મ માટે લગભગ 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લગભગ 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

અલ્લુ અર્જુન પાસે મોંઘી કારોનું કલેક્શન છે. જેમકે 2.5 કરોડની રેન્જ રોવર વોગ, 7 કરોડની વેનિટી વાન, 80 લાખની BMW X5, 1.20 કરોડની Jaguar XJL અને 86 લાખની Audi A7.

અલ્લુ અર્જુનની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર સહિત અલ્લુ અર્જુનના સોશિયલ મીડિયા ફોલોઅર્સ 45 મિલિયનથી વધુ છે.

હાલ અલ્લુ અર્જુન પુષ્પાની સિક્વલ પુષ્પા 2 : ધ રૂલને લઇને ચર્ચામાં છે. આજે તેના જન્મદિવસ પર પુષ્પા 2નું ટીઝર રિલીઝ કરાયું, જેને લોકોનો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

More Web Stories