જિમ્મી ફૈલનના શોમાં દિલજીતનો દેશી લૂક, કિંમતી ઘડિયાળ પહેરીને કર્યા ભાંગડા.

દિલજીત દોસાંઝનું ફેન-ફોલોવિંગ વધુ છે, હાલમાં જ તેણે અમેરિકન લેટ નાઈટ શો 'ધ ટુનાઈટ શો વિથ જિમ્મી ફૈલન'માં ભાગ લીધો હતો.

આ શોમાં દિલજીત એક મ્યુઝીકલ ગેસ્ટ બનીને ગયો હતો. જ્યાં તેણે તેના ફેમસ સોંગ 'બોર્ન ટુ શાઈન' અને 'G.O.A.T.' ગાયા હતા.

દિલજીતના આ પર્ફોર્મન્સે શોના હોસ્ટ અને ગેસ્ટને પણ ઝૂમવા મજબૂર કરી દીધા હતા.

આ ઇન્ટરનેશનલ પરફોર્મન્સ માટે દિલજીતે સફેદ કુર્તા, પંજાબી ધોતી અને પાઘડી પહેરી હતી, તેમજ તેની સાથે નાઇકી એર જોર્ડનના શૂઝ પહેર્યા હતા.

આ કપડા સાથે દિલજીતે મેચિંગ એસેસરીઝ પણ પહેરી હતી. પરંતુ સૌથી વધુ ચર્ચા તેણે પહેરી ડાયમંડ વોચની થાય છે.

દિલજીત દોસાંઝે જિમ્મી ફૈલનના શોમાં જૈન ધ જ્વેલર દ્વારા બનાવેલી રૂ. 1.2 કરોડની વોચ પહેરી હતી. જે 18 કેરેટ રોઝ ગોલ્ડમાંથી બનાવવામાં આવે છે અને તે હીરાજડીત છે.

દિલજીત તેના દેસી લુકને વેસ્ટર્ન ટચ આપવા માટે જાણીતો છે. તેમજ તેના પરફોર્મન્સથી ફૈલન પણ ખુશ હતો અને ફરી શોમાં આવવા કહ્યું.

More Web Stories