સફળતાના શિખરે પહોંચવા સેમ ઓલ્ટમેને સૂચવેલી 10 બુક્સ.

'ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી' (The Beginning of Infinity): આ બુક સમજાવે છે કે માનવ સમજણ અને જ્ઞાન કઈ રીતે દુનિયાને બદલી શકે છે.

'ધ ઇનોવેટર'સ ડિલેમા'(The Innovator's Dilemma): આ બુક દર્શાવે છે કે મોટી અને સફળ કંપનીઓ પણ નવી ટેકનોલોજી અપનાવવામાં શા માટે પાછળ રહી જાય છે.

'ધ લીન સ્ટાર્ટઅપ' (The Lean Startup): આ બુક નવા બિઝનેસ શરૂ કરનારાઓ માટે માર્ગદર્શન આપે છે કે કઈ રીતે ગ્રાહકોના અભિપ્રાય લઈને ઝડપથી વિકાસ કરવો.

'ધ માસ્ટર એલ્ગોરિધમ' (The Master Algorithm): આ બુક મશીન લર્નિંગ અને એક એવા અલ્ગોરિધમની શોધ વિશે વાત કરે છે જે કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવી શકે.

'ધ સેકન્ડ મશીન એજ' (The Second Machine Age): આ બુક સમજાવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશન આપણા કામ અને અર્થતંત્રને કઈ રીતે બદલી રહ્યા છે.

'ધ સિંગ્યુલારિટી ઇઝ નિયર' (The Singularity Is Near): આ બુક ટેકનોલોજીના ઝડપી વિકાસ અને તેનાથી ભવિષ્યમાં માનવ જીવન પર થનારી અસર વિશે વાત કરે છે.

'થિંકિંગ, ફાસ્ટ એન્ડ સ્લો' (Thinking, Fast and Slow): આ બુક આપણુ મગજ કઈ રીતે કામ કરે છે અને આપણે કઈ રીતે નિર્ણય લઈએ છીએ તે વિશે સમજૂતી આપે છે.

'ઝીરો ટુ વન' (Zero to One): આ બુક એ સમજાવે છે કે સાચી સફળતા હાલના બિઝનેસમાં સ્પર્ધા કરવાથી નહીં, પરંતુ કંઈક નવું અને અનોખું બનાવવાથી મળે છે.

'સેપિયન્સ: અ બ્રીફ હિસ્ટરી ઓફ હ્યુમનકાઇન્ડ' (Sapiens: A Brief History of Humankind): આ બુક માનવજાતિના ઇતિહાસ, સંસ્કૃતિ અને વિકાસની સફરનું વર્ણન કરે છે.

'ધ આર્ટ ઓફ વોર' (The Art of War): આ એક જૂનું પુસ્તક છે જે નેતૃત્વ, વ્યૂહરચના અને સ્પર્ધા વિશે મહત્ત્વપૂર્ણ પાઠ શીખવે છે.

More Web Stories