તમારી ડ્રીમ કાર માટે લોન લેતા પહેલા આ 10 બાબતો જાણી લો.

કાર ખરીદવા માટે લોન લેતા પહેલા તમારો સિબિલ(CIBIL) સ્કોર તપાસો. 300થી 900ની વચ્ચેનો ઉંચો સ્કોર તમને ઓછી વ્યાજની લોન અપાવશે.

માત્ર એક બેન્ક પર નિર્ભર ન રહો. વિવિધ બેન્કો અને NBFCના વ્યાજ દરો અને પ્રોસેસિંગ ફીની સરખામણી કરો.

વ્યાજ દર ઉપરાંત લોનનો સમયગાળો, EMI અને હિડન ચાર્જિસ વિશે પૂરેપૂરી માહિતી મેળવી લો.

શક્ય હોય એટલું વધુ ડાઉન પેમેન્ટ કરો. આનાથી તમારી લોનની રકમ ઘટશે અને વ્યાજમાં મોટી બચત થશે.

જો તમે સમય પહેલા લોન ભરપાઈ કરવા માંગતા હોવ, તો તેના પર લાગતી પેનલ્ટી વિશે અગાઉથી જાણી લેવું જરૂરી છે.

તમારી જરૂરિયાત મુજબ કાર પસંદ કરો અને તેના મેન્ટેનન્સ ખર્ચનો પણ અંદાજ લગાવો.

જો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદો છો, તો યાદ રાખો કે તેના પર નવી કાર કરતા વ્યાજ દર થોડો વધારે હોઈ શકે છે.

માત્ર EMI નહીં, પણ વીમો, પેટ્રોલ-ડીઝલ અને મેન્ટેનન્સ સહિતના 'ટોટલ કોસ્ટ ઓફ ઓનરશિપ'નો વિચાર કરો.

તમારી અનુકૂળતા મુજબ ફિક્સ્ડ અથવા ફ્લોટિંગ(બદલાતા) વ્યાજ દરવાળી લોન પસંદ કરો.

લોન એગ્રીમેન્ટ પર સહી કરતા પહેલા તેની બારીક વિગતો અને શરતો ચોક્કસ વાંચો.

ભવિષ્યમાં આર્થિક સંકટ સમયે EMI ભરવામાં તકલીફ ન પડે તે માટે 2 થી 5 મહિનાના ખર્ચ જેટલું ઇમરજન્સી ફંડ અલગ રાખો.

More Web Stories