સાવધાન! આ 5 જગ્યાએ ડેબિટ-ક્રેડિટ કાર્ડ વાપરતા ખાતું ખાલી થઈ શકે છે.

ડેબિટ કાર્ડ આજે આપણી જરૂરિયાત બની ગયું છે, પણ શું તમે જાણો છો કે કેટલીક જગ્યાએ તેનો ઉપયોગ તમને પાયમાલ કરી શકે છે? એક નાનકડી ભૂલ અને મિનિટોમાં તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.

ડેબિટ કાર્ડ જેટલું સુવિધાજનક છે, તેટલું જ જોખમી પણ સાબિત થઈ શકે છે. તમારી એક નાનકડી બેદરકારી આખું બેલેન્સ સાફ કરી શકે છે, તેથી જાણો કઈ જગ્યાએ કાર્ડનો ઉપયોગ કરવો સીધું જોખમ છે.

ડેબિટ કાર્ડ ફ્રોડ અને બેન્ક એકાઉન્ટ ખાલી થવાના વધતા કિસ્સાઓને કારણે, કેટલીક ખાસ જગ્યાઓએ કાર્ડના બદલે રોકડનો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત અને હિતાવહ છે.

પેટ્રોલ પંપ પર 'કાર્ડ સ્કીમર'(નકલી ડિવાઈસ) દ્વારા ડેટા અને પિન ચોરી થવાનું જોખમ સૌથી વધુ હોય છે. સ્ટાફની નજર ટાળીને લગાવાયેલા આ મશીનો મિનિટોમાં તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે, તેથી અહીં રોકડનો ઉપયોગ વધુ સુરક્ષિત છે.

રેસ્ટોરન્ટમાં વેટરને કાર્ડ આપતી વખતે તે તમારી નજરથી દૂર જાય ત્યારે કાર્ડનો ફોટો પડાવાનું કે 'પોકેટ સ્કીમર'થી ડેટા કોપી થવાનું જોખમ રહે છે. ભલે મોટાભાગનો સ્ટાફ પ્રામાણિક હોય, પણ સુરક્ષા ખાતર તમારી નજર સામે જ પેમેન્ટ કરવું અથવા રોકડ વાપરવી વધુ હિતાવહ છે.

હોટેલ કે કાર રેન્ટલ વખતે ડેબિટ કાર્ડ પર 'પ્રી-ઓથોરાઈઝેશન હોલ્ડ' મૂકવામાં આવે છે, જેનાથી તમારા એકાઉન્ટમાં અમુક રકમ 'બ્લોક' થઈ જાય છે. આ રકમ થોડા દિવસો સુધી તમે વાપરી શકતા નથી, જેના કારણે અન્ય જગ્યાએ પેમેન્ટ કરતી વખતે તમારું કાર્ડ રિજેક્ટ થઈ શકે છે.

અંધારી ગલીઓ કે રસ્તા પરના એકલ-દોકલ ATMમાં સુરક્ષા નબળી હોવાથી ત્યાં 'સ્કીમર' લગાવવાનું જોખમ વધુ રહે છે. આવા મશીનોમાં ડેટા સુરક્ષા પણ ઓછી હોઈ શકે છે. સલામતી માટે હંમેશા બેન્કની બ્રાન્ચની અંદર આવેલા ATMનો જ ઉપયોગ કરવો જોઈએ.

નાની કે અજાણી વેબસાઇટ પર ડેબિટ કાર્ડ વાપરવું જોખમી છે, કારણ કે સાઇટ હેક થતા જ તમારું એકાઉન્ટ ખાલી થઈ શકે છે. ડેબિટ કાર્ડમાં ફ્રોડ સામે રક્ષણ મેળવવું મુશ્કેલ હોય છે, તેથી ઓનલાઇન શોપિંગ માટે ક્રેડિટ કાર્ડ અથવા વોલેટ નો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત છે.

More Web Stories