ભારતીય કરન્સી નોટ પર કુલ કેટલી ભાષાઓ લખેલી હોય છે?.
આજના ડિજિટલ યુગમાં ભલે મોટાભાગના વ્યવહારો ઓનલાઇન પેમેન્ટ દ્વારા થવા લાગ્યા હોય, તેમ છતાં રોકડ અથવા કરન્સીનું પોતાનું એક આગવું મહત્ત્વ છે.
ભારતીય ચલણમાં ₹1ની નોટને બાદ કરતાં બાકીની તમામ નોટો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI) દ્વારા બહાર પાડવામાં આવે છે.
ઘણા લોકોના મનમાં એવો સવાલ થતો હશે કે ભારતીય કરન્સી નોટ પર કુલ કેટલી ભાષાઓ લખેલી હોય છે?.
જણાવી દઈએ કે ભારતીય કરન્સી નોટ પર કુલ 17 ભાષાઓ છપાયેલી હોય છે. જેમાં હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ભારતીય બંધારણ દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય પ્રાદેશિક ભાષાઓનો પણ સમાવેશ થાય છે.
હિન્દી અને અંગ્રેજી આ બંને ભાષાઓ નોટની આગળના ભાગમાં છપાયેલી હોય છે. બાકીની 15 ભાષાઓ નોટના પાછળના ભાગમાં એક લિસ્ટમાં બાકીની 15 ભાષાઓ લખેલી હોય છે.
આ 15 ભાષાઓમાં ગુજરાતી, મરાઠી, આસામી, બંગાળી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, નેપાળી, ઓડિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ અને ઉર્દૂનો સમાવેશ થાય છે.
જ્યારે પણ તમે ₹100કે ₹500 જેવી કોઈ પણ નોટ જોશો, ત્યારે તેના પાછળના ભાગમાં તમને એક નાનું ખાનું દેખાશે, જેમાં આ 15 અલગ-અલગ ભાષાઓમાં નોટની કિંમત લખેલી હોય છે.