દુનિયાનું સૌથી મોંઘુ શહેર કયું? જાણો મુંબઈ અને દિલ્લીની સ્થાન શું....

મર્સરના 2024 કોસ્ટ ઓફ લિવિંગ સર્વેના આધારે દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદી શેર કરવામાં આવી છે.

જેમાં મુંબઈ ખર્ચ અને રહેવાની કિંમત બંનેની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોંઘું શહેર બની ગયું છે, જેનો રેન્ક 136 છે.

મુંબઈ બાદ બીજા નંબરે સૌથી મોંઘુ શહેર દિલ્લી છે, જેનો રેન્ક 164 છે, જયારે 189 રેન્ક પર ચેન્નઈ છે.

195 રેન્ક પર બેંગલુરુ, 202 રેન્ક પર હૈદરાબાદ અને 207ના રેન્ક પર કોલકાતા છે.

આ લિસ્ટમાં 10મા રેન્ક પર USAનું લોસ એન્જલસ, નવમાં રેન્ક પર બહામાસનું નાસાઉ અને આઠમાં રેન્ક પર યુનાઇટેડ કિંગડમનું લંડન છે.

જયારે સાતમાં સ્થાને USAનું ન્યુયોર્ક છે, છઠ્ઠા સ્થાને સ્વિટ્ઝર્લૅન્ડનું બર્ન અને પાંચમાં સ્થાને બેસલ છે.

ચોથા અને ત્રીજા રેન્ક પર અનુક્રમે સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવા અને ઝ્યુરિચ શહેર આવેલા છે.

સિંગાપોર શહેર આ યાદીમાં બીજા ક્રમે છે.

જયારે દુનિયાનું સૌથી મોંઘુ શહેર હોંગકોંગ છે.

More Web Stories