1 મેથી દેશભરમાં લાગુ થશે 5 મોટા ફેરફારો, દરેકના ખિસ્સા પર થશે અસર.

1 મે 2025થી લાગુ થનારા ફેરફારોમાં ATMમાંથી પૈસા ઉપાડવાથી લઈને અમુલ દુધના ભાવમાં થયેલા વધારાનો સમાવેશ થાય છે.

ATM માંથી મેટ્રો શહેરોમાં મહિનામાં ફક્ત 3 વખત અને નોન-મેટ્રો શહેરોમાં 5 વખત ફ્રી ટ્રાન્ઝેશનની સુવિધા મળશે. આ પછી, દરેક ટ્રાન્ઝેશન પર 23 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડશે.

હવે, ATM માંથી બેલેન્સ ચેક કરવા માટે 7 રૂપિયાનો ચાર્જ લાગશે જે પહેલા 6 રૂપિયા હતો.

આજથી 'એક રાજ્ય-એક RRB' યોજના હેઠળ 10 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 26 ગ્રામીણ બેન્કનું મર્જર થશે. જેથી બેન્કિંગ સેવા અને સુધરે અને સંચાલન ખર્ચ ઘટાડી શકાય.

જમ્મુ-કાશ્મીર, પ.બંગાળ, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, કર્નાટક, ગુજરાત, ઓડિશા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 'એક રાજ્ય-એક RRB' યોજના લાગુ થશે.

હવેથી વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચ માટે જ માન્ય રહેશે. જો કોઈ મુસાફર વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર અથવા એસી કોચમાં મુસાફરી કરતો જોવા મળે. તેથી ટીટી તેને જનરલ કમ્પાર્ટમેન્ટમાં મોકલી શકે છે અથવા તેના પર દંડ લાદી શકે છે.

તેમજ રેલવેમાં એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે.

અમુલે દૂધના ભાવમાં આજથી પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

RBI દ્વારા રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યા પછી, ઘણી બેન્કએ FD વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. આ સાથે, કેટલીક બેંકોએ ઊંચા વ્યાજ દરની યોજનાઓ બંધ કરી દીધી છે.

More Web Stories