Zagmag

દિલ્હીનો મોગલ સામ્રાજયનો છેલ્લો મહેલ ઝફર મહેલ

By GS Team
11 Sep 20261 min read
દિલ્હીનો મોગલ સામ્રાજયનો છેલ્લો મહેલ ઝફર મહેલ

મોગલકાળમાં બનેલી ઐતિહાસિક અને ભવ્ય મહેલોમાં છેલ્લું બાંધકામ ગણાય તેવો જફર મહેલ દિલ્હીના મહેરોલીમાં છે. જો કે હાલમાં તે ખંડેર હાલતમાં છે. ૧૮ મી સદીમાં બંધાયેલા મહેલને છેલ્લા બાદશાહ બહાર શાહ ઝફરે ૧૯ મી સદીમાં પુનરોધ્ધાર કરેલી.ઝફર મહેલ અજમેરી ગેટની નજીક આવેલો છે. મૂળ પહેલા આરસનો બનેલો ત્રણ માળનો મહેલ ૧૫ મીટર પહોળો હતો. તેના પ્રવેશદ્રાર પર પૂરા કદના હાથીના શિલ્પ હતા. પ્રવેશદ્રાર ત્રણ દરવાજાનું બનેલું છે. આ મહેલમાં બ્રિટીશ સ્થાપત્ય પણ જોવા મળે છે. મહેલની બાજુમાં મોતી મસ્જિદ છે. આ મહેલના સ્થળે દર વર્ષે ફૂલ વાલોકી સેર નામનો ઉત્સવ ઉજવાય છે. આજે ખંડેર હાલતમાં છે પરંતુ સુરક્ષિત સ્મારક ગણાય છે. દિલ્હી આવતા પ્રવાસીઓ આ સ્થળ જોવા અચૂક આવે છે. ગામડાની સાંકડી શેરડીઓમાં આ મહેલનું સ્થળ શોધવું અઘરૃં છે. મહેરોલીમાં આદમખાનની કબર પણ જોવા લાયક સ્થળ છે.