Zagmag

ફર્નિચરમાં વપરાતું સનમાઇકા શું છે?

By GS Team
7 Aug 20261 min read
ફર્નિચરમાં વપરાતું સનમાઇકા શું છે?

જાતજાતના રંગો અને સુંવાળી સપાટીવાળી સનમાઈકાના પાટિયાનો ઉપયોગ જાણીતો છે. સનમાઈકા વોટરપ્રૂફ છે અને તેમાં ઉધઈ પણ લાગતી નથી એટલે લાંબો સમય ટકે છે.
સનમાઇકા શું છે તે જાણો છો? લાકડું તો નથી જ. ફોર્મેલ્ડીહાઇડ અને મેલામાઇન નામના રસાયણોને ગરમ કરી ઠારીને ઘટ્ટ બનાવવાથી સનમાઇકા બને છે તેની સપાટી સુંવાળી હોય છે. આ પાટિયાને સનમાઇકા અને ફોરમાઇકા જેવા નામ તેની ઉત્પાદક કંપનીએ આપેલા છેે. તેમાં ઉપયોગી ફોર્મેલ્ડીહાઇડ ઉધઇ અને કીડી નાશક છે. લેટિન ભાષામાં ઉધઈ, કીડી જેવા કીટકોને ફોરમાઇકા કહે છે. માઇકા એ ચળકતી સપાટીવાળું ખનીજ છે તે સિલિકેટનો એક પ્રકાર છે તેને અબરખ પણ કહે છે.