Zagmag
રાસાયણિક તત્ત્વોનું જાણવા જેવું
By GS Team
10 Jul 20261 min read

- તત્ત્વ કે એલિમેન્ટ એટલે એવો પદાર્થ કે જ પૃથ્વીમાંથી મૂળભૂત સ્વરૂપે મળે અને અન્ય પદાર્થ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને નવો પદાર્થ બને. જેમકે પાણી એ ઓક્સિજન અને હાઈડ્રોજન એમ બે તત્ત્વોનું સંયોજન છે. પૃથ્વી પર કુલ ૧૧૪ તત્ત્વો હોવાનું શોધાયું છે. સંશોધકો નવા તત્ત્વો શોધી રહ્યા છે.
- બ્રહ્માંડમાં સૌથી વધુ હાઈડ્રોજન છે. પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધુ નાઈટ્રોજન અને પેટાળમાં સૌથી વધુ લોખંડ છે.
- પારો અને બ્રોમાઈન આ બે તત્ત્વો સામાન્ય તાપમાને પ્રવાહી રહે છે.
- સૌથી હળવું તત્ત્વ હાઈડ્રોજન છે. તેના એક ઘન સેન્ટિમીટરનું વજન ૦.૦૦૦૦૮૯ ગ્રામ થાય.
- બ્રહ્માંડમાં સૌથી ઓછું તત્ત્વ રેડોન છે તે રેડિયો એક્ટિવ વાયુ છે.




