એરપોર્ટમાં રનવે અને તેનું વિજ્ઞાન
By GS Team
9 Aug 20191 min read
This article was originally published on 9 Aug 2019

વિમાન થોડું જમીન પર દોડયા પછી હવામાં ઊંચકાય છે. તે જ રીતે આકાશમાંથી જમીન પર ઉતરેલું વિમાન થોડીવાર દોડતું રહે છે. જંગી વજનના વિમાન જમીન પરથી ઊંચકાય કે ઉતરે ત્યારે પ્રચંડ આઘાત લાગતા હોય છે. સલામતીપૂર્વક ઉડાડી અને ઉતરાણ માટે એરપોર્ટ પર રનવે બનાવાય છે.
લાંબી સડકની પટ્ટી જેવા રનવે ૪૫ મીટર પહોળા અને ૧૦૦૦ થી ૪૦૦૦ મીટર લંબાઈના હોય છે. રનવે કોન્ક્રીટ અને કોલટારના મિશ્રણના બનેલાં મજબૂત હોય છે.




