સફળ યુક્તિ પ્રાણને મુક્તિ

- સમય જતાં શોધાશોધ કરતો અશ્વત્થામાં ત્યાં આવી પહોંચ્યો. મુનિ તપ કરતા હતા ત્યાં આવીને પૂછ્યું - 'મુનિજી! આપે પાંડવોને જોયા?'
દુર્વાસા કહે - 'હા, મારા પગ હેઠળ છે!'
દુર્યોધન મરવા પડયો, પણ તેના પ્રાણ જાય નહીં.
અશ્વત્થામાં કહે - 'દુર્યોધન, જીવ કેમ ચૂંથાય છે?'
દુર્યોધન કહે - 'પાં-પાં-પાંડવો…'
અશ્વત્થામા કહે - 'ચિંતા ના કરો. પાંડવોને મારીને તમારી પાસે લાવું છું.'
અને એ તો ધનુષબાણ લઈને ઊપડયો.
આ બાજુ કૃષ્ણને ચિંતા પેઠી. તે જાણતા હતા કે અશ્વત્થામાં બોલ્યું પાળે તેવો છે.
તે તો દોડયા મુનિ દુર્વાસા પાસે. કહે - 'પાંડવોને બચાવો મુનિ. સંતાડી દો તમારી ઝૂંપડીમાં.'
મુનિ કહે - 'પણ હું જૂઠું નહીં બોલું.'
કૃષ્ણ તો મૂંઝાયા, છતાં તેમણે યુક્તિ કરી.
સમય જતાં શોધાશોધ કરતો અશ્વત્થામાં ત્યાં આવી પહોંચ્યો.
મુનિ તપ કરતા હતા ત્યાં આવીને પૂછ્યું - 'મુનિજી! આપે પાંડવોને જોયા?'
દુર્વાસા કહે - 'હા, મારા પગ હેઠળ છે!'
અશ્વત્થામા ડરી ગયો. તેના મનમાં કે દુર્વાસા ગુસ્સે થઈને આમ કહી રહ્યા છે. હવે એ રહ્યા ક્રોધી માનવી. ક્યાંક શાપ-બાપ આપી બેસે તો! એટલે તે તો ત્યાંથી શોધતો શોધતો નીકળી ગયો આગળ. અને ત્યારે કૃષ્ણ હસતા હતા. કેમ કે એ તેમની જ ચાતુરી હતી. પાંડવો મુનિના પગ હેઠળ હતા.
એક ઊંડા ખાડામાં પાંડવો ભરાયા હતા. તે ઉપર ઝાડ-પાંદડાં, ડાળી- ડાળખાં નાખવામાં આવ્યાં હતાં. ઉપર પાટિયાથી ખાડો બંધ કરી મુનિ તપ કરતા હતા.
દુર્વાસાના ક્રોધી સ્વભાવનો કૃષ્ણે આ રીતે લાભ લીધો.
તેમને જૂઠું બોલવું પડયું નહીં અને પાંડવોના પ્રાણ બચી ગયા.









