Zagmag

રૂપા ગઈ મંદીર

By GS Team
21 Aug 20265 mins read
TukuTouch Logo
રૂપા નામની 6 વર્ષની બાળકી તેની માતા સાથે મંદિરે ગઈ. ત્યાં તેણે પૂજારીને ભક્તો દ્વારા ચઢાવેલી વસ્તુઓ દુકાનદારને ઓછી કિંમતે વેચતા જોયા. આ જોઈ રૂપાએ લાલાના સુદામા સમાન ભિક્ષુકોને 1000 રૂપિયા દાન કર્યા. રૂપાની માતા સરોજને દીકરીની આદર્શ ભક્તિથી સાચી પૂજાનું જ્ઞાન થયું.

Summarized by AI; it may make mistakes. Check important info

રૂપા ગઈ મંદીર

રૂપા દુકાન પાસે ગઈ. એને એક વાત સમજાઈ ગઈ કે એ પૂજારી મંદિરમાં ભક્તોએ શ્રદ્ધાથી ચઢાવેલી વસ્તુઓ દુકાનદારને ઓછી કિંમતે વેચવા આવ્યા છે. રૂપા સ્વગત બોલી, 'તો આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે!

ઈશ્વર અંચેલીકર
રૂપા હવે છ વર્ષની ઉંમરે પહોંચી ગઈ છે. શહેરની એક કોન્વેન્ટ સ્કૂલમાં આવતીકાલે તેનો પ્રથમ વર્ષનો પ્રથમ દિવસ છે. એડમિશન પહેલાં લેવાયેલા ટેસ્ટમાં રૂપાનું તેજસ્વી પરફોર્મન્સ જોઈને સ્કૂલ કમિટીએ તેને શિષ્યવૃત્તિ પણ આપી હતી. આ કોન્વેન્ટ સ્કૂલમાં શિષ્યવૃત્તિ સાથે એડમિશન મળ્યું તેથી રૂપાનાં મમ્મી-પપ્પાએ સોનાની ચેઈન અને આડોશપાડોશના સર્વ લોકોએ રૂપાને બોલપેન સેટ, પેન્સિલ સેટ, કલર બોક્સ, કંપાસ બોક્સ, અવનવાં ફૂલ અને પંખીઓના ચિત્રની ભાતવાળી સ્કૂલ બેગ વગેરે ભેટ આપી તેનું અભિવાદન કર્યું હતું. રૂપાના પપ્પાએ પણ સૌને રિટર્ન ગિફ્ટમાં પાર્ટી આપી હતી.
સ્કૂલમાં પ્રથમ દિવસ હોવાથી આજે બપોરે અગિયાર વાગ્યે રૂપાનાં મમ્મી-પપ્પા તેને સ્કૂલ મૂકવા જવાના હતાં. તે પહેલાં એ ત્રણેય મંદિરે આવ્યાં. આજે ધામક તહેવાર હોવાથી મંદિરનું પટાંગણ ભક્તો અને ફૂલહાર, મીઠાઈ, ભગવાનને ધરાવવાનાં વો, રમકડાં તથા અન્ય ઉપહાર વેચનારા દુકાનદારોથી ઊભરાતું હતું.
ભીડ જોઈને રૂપાના પપ્પા કમલેશે રૂપાની મમ્મીને કહ્યું, 'સરોજ, મારે આજે આપણી કાર મંદિરથી ઘણી દૂર પાર્ક કરવી પડશે. એક કામ કરો, તમે બંને મંદિર જઈ આવો. હું અહીં કારમાં બેસું છું. તમે થોડી ઝડપ કરજો, કારણ કે પ્રથમ દિવસે સ્કૂલે મોડા ન પહોંચવું જોઈએ.'
'મમ્મી, પપ્પાની વાત સાચી છે. હું કિન્ડરગાર્ટન સ્કૂલમાં પણ એક પણ દિવસ મોડી પડી નહોતી, તેથી તો મને 'વેલ ડિસિપ્લિન્ડ કિડ'નો એવોર્ડ મળ્યો હતો,' રૂપા બોલી.
'અરે સરોજ, એક વાત તો કહેવાનું ભૂલી જ ગયો! મેં રૂપાબેટીને સો-સો રૂપિયાની દસ ચલણી નોટો આપી છે. પૂજા એની છે, એને જે પસંદ હોય તે લેવા દેજે,' કમલેશે પત્નીને કહ્યું.
સરોજ રૂપાની આંગળી પકડી ઝડપથી મંદિરની અંદર પ્રવેશ કરવાની લાઈન પાસે આવી.
'મમ્મી, તું લાઈનમાં જોડાઈ જા. આ બધા ભક્તોના હાથમાં ફૂલોની ટોપલી, મીઠાઈના બોક્સ, બાલકૃષ્ણ માટે મોર, પોપટ, ગૌમાતા વગેરેનાં રમકડાં પણ છે. હું એવું બધું ખરીદી લઉં છું. હું પાછી તારી પાસે આવું ત્યાં સુધીમાં તો તું લાઈનમાં ખૂબ આગળ વધી ગઈ હોઈશ,' રૂપા બોલી.
'બરાબર જોઈ-તપાસીને લેજે અને હિસાબ બરાબર ચકાસીને છૂટા પૈસા પાછા લેજે,' સરોજ મમ્મી બોલી.
રૂપા હસીને બોલી, 'હા મમ્મી!' અને પછી ધીમેથી હસતાં હસતાં બોલી, 'મમ્મી, તું પણ શું મને શિખામણ આપે છે! સાંજે દુકાનેથી ઘરે આવીને પપ્પા મારી પાસે નોટો ગણાવે છે, એમાં ક્યારેય કોઈ ભૂલ આવી છે ખરી?' અને તે દોડીને દુકાનો પાસે આવી પહોંચી.
રૂપા એક પછી એક કેટલીક દુકાને આવી. એણે ઘણી વસ્તુઓના ભાવ પૂછયા. અચાનક એની નજર એક પૂજારી તરફ પડી. તે અને એક દુકાનદાર કંઈક વાત કરતા હતા.
રૂપા સ્વગત બોલી, 'આ પૂજારી તો કૃષ્ણલાલાના મંદિરના પૂજારી છે. અગાઉ હું મંદિરે આવી હતી ત્યારે મેં એમને મંદિરમાં જોયા હતા. મોટા થેલામાંથી પેલા દુકાનદારને તેઓ શું બતાવે છે? એ બંને શું રકઝક કરે છે?'
રૂપા એ દુકાન પાસે ગઈ. એને એક વાત સમજાઈ ગઈ કે એ પૂજારી મંદિરમાં ભક્તોએ શ્રદ્ધાથી ચઢાવેલી વસ્તુઓ દુકાનદારને ઓછી કિંમતે વેચવા
આવ્યા છે.
રૂપા સ્વગત બોલી, 'તો આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે! લાલાના ચઢાવાનું નામ અને પૂજારીઓની કમાણીનું ધામ! ના, આ ઠીક નથી.'
તે તુરંત ત્યાંથી દૂર ગઈ. એણે એક જગ્યાએથી પપ્પાએ આપેલા એક હજાર રૂપિયાની દસ-દસ રૂપિયાની નોટો છૂટી કરાવી અને ભિક્ષુકોની લાઈન પાસે આવી. એણે દરેકને દસ-દસ રૂપિયા ભિક્ષા રૂપે આપ્યા. સૌએ એને ખોબલે-ખોબલે આશીર્વાદ આપ્યા. એણે બાકી રહેલી દસ રૂપિયાની એક નોટમાંથી એક ગુલાબનું ફૂલ લીધું અને ઝડપથી મમ્મી પાસે આવી લાઈનમાં જોડાઈ ગઈ.
'રૂપા, મીઠાઈ, હાર, રમકડાં વગેરે લાલા માટે કેમ ન લાવી?' સરોજ મમ્મી બોલી, પરંતુ રૂપા નિરુત્તર રહી.
બંને ભગવાનની મૂત પાસે આવ્યાં. રૂપાએ લાલાને હાથ જોડયા. રૂપાને લાગ્યું કે બાલકૃષ્ણ રૂપા તરફ જોઈ ખુશખુશાલ થઈ હસી રહ્યા હતા.
તેમને જોઈને એક પૂજારી બોલ્યો, 'બહેન, પાછળ મોટી લાઈન છે. આ એક ફૂલ સિવાય તમારો બીજો જે પૂજાપો હોય તે લાવો એટલે ચઢાવી દઉં, નહિતર બીજાને જગ્યા આપો.'
'મમ્મી, તું જરા નજર કરી બરાબર જો. ભક્તો પાસેથી ચઢાવો લઈ આ પૂજારીઓ ભગવાનને અડકાડી પડદા પાછળ ઊભેલા પૂજારીને આખી ટોપલી આપી દે છે,'
રૂપા બોલી.
'હા, તો એમાં ખોટું શું છે? ભગવાન કંઈ મીઠાઈ કે ફળ ખાવાના થોડા છે, રમકડે રમવાના થોડા છે?' સરોજ બોલી.
'મમ્મી, ચાલ બહાર જઈએ. પપ્પા રાહ જોતા હશે,' રૂપા બોલી. એને લાગ્યું કે મમ્મી સાથે અહીં વાદવિવાદ કરવો યોગ્ય નથી.
રૂપા અને સરોજ કમલેશ પાસે આવી કારમાં બેઠાં. સરોજે પતિને ફરિયાદ કરતાં કહ્યું, 'કમલેશ, તમારી આ હોનહાર દીકરીએ આજે લાલાને માત્ર એક ગુલાબનું ફૂલ ચઢાવીને છેતર્યા! મીઠાઈ, રમકડાં, ફૂલહાર વગેરે કંઈ જ ચઢાવ્યું નથી.'
'મમ્મી, તું જ કહેતી હતી કે લાલા મીઠાઈ ખાતા નથી, રમકડાં રમતા નથી. તું લાલાની મૂતને નિર્જીવ માને છે, બરાબર ને? મમ્મી, ભગવાન ભલે ખાતા ન હોય, પણ એમના મિત્ર સુદામા જેવા મંદિરની બહાર બેસી ભીખ માગતા ભિક્ષુકો તો જમે છે ને! આ પૂજારીઓ બધો ચઢાવો અડધી કિંમતે મંદિર બહાર બેઠેલા દુકાનદારોને વેચી આવે છે. એ જ બધું ફરીથી એ લોકો આપણા જેવા ભક્તોને વેચે છે. આવો ભ્રષ્ટાચાર મેં નજરે જોયો છે, તેથી મેં લાલાના સુદામા સમાન ભિક્ષુકોને બધી રકમ દાન કરી દીધી. મેં લાલાને છેતર્યા નથી, લાલાને ખુશ કર્યા છે! સાચી ભક્તિ માત્ર મૂતપૂજામાં નથી, સાચી પૂજા જરૂરતમંદ લોકો અને પશુ-પંખીઓની સેવા કરવામાં છે,' રૂપા બોલી.
'વાહ રૂપા! જો, સ્કૂલ આવી ગઈ. ચાલો અંદર જઈએ,' કમલેશે પાકગ સ્લોટમાં કાર પાર્ક કરતાં કહ્યું.
સરોજ થોડો સમય રૂપાના શબ્દોનું મનોમન વિશ્લેષણ કરી બોલી, 'રૂપા, તું સાચું કહે છે. તારી આદર્શ ભક્તિએ આજે મને પણ સાચી પૂજાનું જ્ઞાાન આપ્યું છે.' એમ કહી સરોજે દીકરીને વહાલભર્યું ચુંબન કર્યું. તે સ્વગત બોલી, 'રૂપા તો કાનુડાની રાધા જેવી ગુણવાન છે!' ય