Zagmag
પૃથ્વીની જેમ ત્રાંસી ધરીવાળો ગ્રહ: યુરેનસ
By GS Team
7 Aug 20261 min read

ગ્રહમાળાનો સાતમો ગ્રહ યુરેનસ વાયુનો ગોળો છે. તેની ઉપર મિથેન, હાઇડ્રોજન અને હિલિયમના વાદળો છે. તે સૂર્યથી ઘણે દૂર હોવાથી એકદમ ઠંડો છે. તેની સપાટીનું તાપમાન માઇનસ ૨૧૬ ડિગ્રી રહે છે. સૌથી વિશિષ્ટ વાત એ છે કે યુરેનસની ધરી ૯૭ અંશના ખૂણે નમેલી છે. તેથી તેના રાતદિવસ પૃથ્વીના ૨૧ વર્ષ જેટલા લાંબા હોય છે.
યુરેનસને ફરતી ૧૩ રિંગ છે તેને ૨૭ ચંદ્ર છે. મિરાન્ડા અને ટાઇટેનિયા તેના જાણીતા ચંદ્રો છે. યુરેનસ આપણા ૮૪ વર્ષે સૂર્યની એક પ્રદક્ષિણા કરે છે. તેના ધરીભ્રમણની ગતિ પૃથ્વી કરતા અવળી એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે.
ગ્રીક દંતકથામાં યુરેનસ આકાશનો દેવ પૃથ્વીનો પતિ અને શનિનો પિતા ગણાય છે. આપણે તેને પ્રજાપતિના નામે પણ ઓળખીએ છીએ. યુરેનસ પૃથ્વી કરતા ૧૪ ગણો મોટો છે. યુરેનસની શોધ વિલિયમ હર્ષલ નામના વિજ્ઞાાનીએ કરેલી.




