Zagmag

કુદરતી અજાયબી ગ્રીસનો માઉન્ટ ઓલિમ્પસ

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
ગ્રીસનો માઉન્ટ ઓલિમ્પસ પર્વત 52 શિખરો ધરાવે છે. યુરોપનો આ સૌથી ઊંચો પર્વત છે, જેનું સર્વોચ્ચ શિખર 9800 ફૂટ ઊંચું છે. અહીં 1700 પ્રકારના ફૂલ-છોડ, 32 જાણીતા પ્રાણીઓ, 108 પક્ષીઓ અને 22 જાતિના સાપ, દેડકા, કાચબા જોવા મળે છે. આ પર્વત ક્યારેય વરસાદથી પલળતો નથી તેવી માન્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુદરતી અજાયબી ગ્રીસનો માઉન્ટ ઓલિમ્પસ

પૃથ્વી પર અનેક પર્વતો આવેલા છે. સ્થળ અને આબોહવાને કારણે દરેક પર્વત ઘણી વિશિષ્ટતા ધરાવતા હોય છે. અને એક બીજાથી જુદા પડતા હોય છે. ઊંચા પર્વતો એટલે આપણી કલ્પનામાં બરફનાં શિખરો આવે પરંતુ ઘણા પર્વતો જંગલોથી ભરચક હોય છે.
ગ્રીસમાં આવેલો બાવન શિખરવાળી માઉન્ટ ઓલિમ્પસ સૌથી વધુ વનસ્પતિ અને સજીવ સૃષ્ટિ માટે જાણીતો છે. યુરોપનો આ સૌથી ઊંચો પર્વત છે. તેનું સૌથી ઊંચુ શિખર ૯૮૦૦ ફૂટ ઊંચુ છે. આ પર્વત વરસાદથી કદી પલળતો નથી એવી દંતકથા છે. માઉન્ટ ઓલિમ્પક પર ૧૭૦૦ જાતના ફૂલ છોડ થાય છે. ૩૨ જાણીતા પ્રાણીઓ અને ૧૦૮ જાતના પક્ષીઓ જોવા મળે છે જે વિશ્વમાં અન્ય સ્થળે ભાગ્યે જ જોવા મળે. ૨૨ જાતના સાપ, દેડકા, કાચબા અને ગરોળી પણ અહીંની વિશેષતા છે. ગ્રીસનો આ સૌથી ઊંચો નેશનલ પાર્ક છે.