Zagmag

ભારતીય રેલવેનું અવનવું

By GS Team
25 Sep 20261 min read
ભારતીય રેલવેનું અવનવું
  • નવી દિલ્હી- ભોપાલ શતાબ્દિ એકસપ્રેસ ભારતની સૌથી વધુ ઝડપ ૯૦ થી ૧૫૦ કિલોમીટરની ઝડપે દોડે છે. સૌથી ધીમી ટ્રેન નીલગીરી એક્સપ્રેસ ૧૦ કિલોમીટરની ઝડપે દોડે છે.
  • ભારતમાં રેલવેનો સૌથી લાંબો રૂટ દિબ્રુગઢથી કન્યાકુમારી ૪૨૭૩ કિલોમીટરનો છે અને સૌથી ટૂંકો રૂટ નાગપુરથી અજની માત્ર ત્રણ કિલોમીટરનો છે.
  • ભારતની સૌથી વધુ રોકાણ (હોલ્ટ) કરતી ટ્રેન હાવરા અમૃતસર ટ્રેન ૧૧૫ સ્ટેશને થોભે છે.
  • મહારાષ્ટ્રના અહેમદનગરના શ્રી રામપુર અને બેલાપુર રેલવે સ્ટેશનો એક જ સ્થળે રેલવે ટ્રેકની બંને તરફ આવેલા છે.
  • વેંકટનરસિંહ રાજુવરીપેટા રેલવે સ્ટેશનનું સૌથી લાંબુ નામ છે તે ચેન્નાઈ નજીક છે. સૌથી ટૂંકું નામ ધરાવતું રેલવે સ્ટેશન ઓડ ગુજરાતના આણંદ નજીક છે.
  • રેલવેની સૌથી લાંબી ૧૧.૨૧૫ કિલોમીટરની રેલવે ટનેલ જમ્મુ અને કાશ્મીરની પીર પંજાલ ટનેલ છે.
  • ભારતીય રેલવેના ડબામાં ટોઈલેટ રાખવાની પ્રથા ૧૯૦૯માં શરૂ થયેલી.