Zagmag

ગ્રહણની આગોતરી માહિતી કેવી રીતે મળે?

By GS Team
9 Oct 20261 min read
ગ્રહણની આગોતરી માહિતી કેવી રીતે મળે?

પ્રાચીન કાળમાં બેબીલોનના ખગોળશાસ્ત્રીઓ ગ્રહણની ચોકસાઈભરી આગાહી કરતા. ગ્રહણો ચોક્કસ સમયગાળામાં અને આંતરે થાય છે તેવી જાણકારી પ્રાચીનકાળથી જ હતી. ગ્રહણ સાથે શુકન અપશુકન જેવી અનેક ધાર્મિક માન્યતાઓ સંકળાયેલી હોવાથી તેનું મહત્ત્વ હતું.
ખગોળશાસ્ત્રીઓ ચાંદ્ર માસને ૨૯.૫૩૦૫૯ દિવસનો ગણે છે. આપણું વર્ષ ૩૬૫ દિવસનું છે પણ ચંદ્રની ગતિને કારણે ચંદ્રની ઉત્તરેથી શરૂ કરીને સૂર્યનો માર્ગ ડ્રેકોનિક યર કહેવાય છે. સૂર્ય ફરતો નથી પરંતુ પૃથ્વીની પ્રદક્ષિણાને કારણે સૂર્ય ફરતો હોય તેમ લાગે અને તેનો કાલ્પનિક માર્ગ રચાય છે. ચંદ્રની પ્રદક્ષિણા પથનો સમયગાળો એલ્યુમલીસ્ટિક કહેવાય છે. જે ૨૭.૫૫ દિવસનો છે. આ ત્રણે સમય ગાળાનો સરવાળો ૧૮ વર્ષ ૧૧ દિવસ અને આઠ કલાક થાય છે. આ સમયગાળાને સેરોસ સાયકલ કહે છે. આજે જોવા મળેલું ચંદ્ર કે સૂર્ય ગ્રહણ ફરી ૧૮ વર્ષ ૧૧ દિવસ અને આઠ કલાકે તે જ સ્થિતિ અને સમયગાળામાં દેખાય છે. આમ ગ્રહણનો સમયગાળો ચોક્કસ હોવાથી અગાઉથી જ જાણકારી મેળવી શકાય છે.