Zagmag

ફનટાઈમ

By GS Team
21 Aug 20261 min read
TukuTouch Logo
શાળામાં વિજ્ઞાનના પિરિયડમાં ચિન્ટુ ઝોકાં ખાતો હતો. શિક્ષકે ગુસ્સે થઈને પૂછ્યું ત્યારે, તેણે ગુરુત્વાકર્ષણના નિયમનો હવાલો આપ્યો. બીજી તરફ, રીંકીએ મમ્મી પાસેથી અબજો રૂપિયાની કિંમતમાંથી 100 રૂપિયા આઈસ્ક્રીમ માટે માંગ્યા. જ્યોતિષે રોમીના ભવિષ્ય વિશે જણાવ્યું કે તે ખૂબ ભણશે, ત્યારે રોમીના પપ્પાએ કહ્યું કે તે 7મા ધોરણમાં 2 વર્ષથી છે, પાસ ક્યારે થશે તે કહો!

Summarized by AI; it may make mistakes. Check important info

ફનટાઈમ

વિજ્ઞાનનો પિરીયડ ચાલતો હતો.
ટીચરે જોયું કે ચિંટુ ઝોકાં ખાઈ રહ્યો છે. ટીચર ગુસ્સે થઈ ગયા.
ટીચરઃ ચિંટુ, આ શું ચાલી રહ્યું છે? ચિંટુઃ શું, સર?
ટીચરઃ તારું માથું થોડી થોડી વારે નીચે કેમ ઝુકી જાય છે
ચિંટુઃ કંઈ નહીં, સર.
ગુરુત્વાકર્ષણનો નિયમ એનું
કામ તો કરે જને!

રિંકીઃ મમ્મી, મારી કિંમત કેટલી? મમ્મીઃ બેટા, તું તો મારી અબજો રુપિયાની વહાલી દીકરી છે.
રિંકીઃ તો એક કામ કર.
એ અબજો રુપિયામાંથી મને સો
રુપિયા આપ. મારે આઇસક્રીમ ખાવા જવું છે!

જ્યોતિષે રોમીનો હાથ જોયો.
પછી કહેઃ બેટા, તું ખૂબ ભણીશ. રોમીના પપ્પાએ ગુસ્સે થઈને કહ્યુંઃ સાતમા ધોરણમાં બે વર્ષથી ખૂબ ભણે છે. એમ કહો કે
પાસ ક્યારે થશે?