Zagmag

ફનટાઈમ

By GS Team
25 Sep 20261 min read
ફનટાઈમ

ટીચરઃ કહો જોઉં, સ્વર અને વ્યંજનમાં શો ફર્ક છે?
પપ્પુઃ ટીચર, સ્વર મોંમાંથી
બહાર નીકળે છે, જ્યારે વ્યંજન (એટલે કે ખાવાની વાનગી)
મોંની અંદર જાય છે.

સરઃ મોન્ટુ, ચલ ઊભો થા.
કાલે તને જે અંગ્રેજીમાં શીખવ્યું
હતું તે બોલી બતાવ, જોઉં.
મોન્ટુઃ મને નથી આવડતું, સર.
સરઃ વાંધો નહીં.
તને જે આવડતું હોય તે બોલ.
મોન્ટુ ગાવા લાગ્યો.
મોન્ટુઃ જાને મેરી જાનેમન…
બચપન કા પ્યાર ભૂલ નહીં
જાના રે…

એક વાર ટીચરે પિન્ટુની ડાયરીમાં લખ્યું: મહેરબાની કરીને તમારા દીકરાને નવડાવીને સ્કૂલે મોકલો.
પછી પિન્ટુને કહ્યું: આ નોટ તારી મમ્મીને વંચાવજે.
બીજા દિવસે ક્લાસમાં ટીચરે પિન્ટુની ડાયરી માગી. એમણે ગઈકાલે લખેલી નોટની નીચે મમ્મીએ લખ્યું હતુંઃ મહેરબાની કરીને તમે મારા દીકરાનો ભણાવો, એને સૂંઘો નહીં.