Zagmag
ફનટાઈમ
By GS Team
18 Sep 20261 min read
અમેરિકામાં 15 વર્ષના છોકરાઓ આત્મનિર્ભર બને છે, ત્યારે ભારતમાં 2 વર્ષના બાળકો દોડવા માંડે છે! એક છોકરાએ રોકેટ સૂરજ પર છોડતાં, સૂરજની મમ્મીએ તેને માર્યો. બે મિત્રોને 2 બોમ્બ મળ્યા, પણ એકાદ ફૂટે તો પોલીસને 1 બોમ્બ મળ્યાનું કહેવાની યુક્તિ વિચારી.
Summarized by AI; it may make mistakes. Check important info

પપ્પા : અમેરિકામાં તો પંદર
વર્ષના છોકરાઓ પોતાના પગ
પર ઊભા રહી જાય છે.
પપ્પુ : એમાં શું? આપણે ઇન્ડિયામાં તો બે વર્ષના
છોકરા દોડવા લાગે છે!
ચંગુ : કાલે મેં એક રોકેટ છોડયું
અને એ સીધું સૂરજને જઈને
અથડાયું, બોલ!
મંગુ : શું વાત કરે છે! પછી?
ચંગુ : પછી શું? મને બહુ
માર પડયો.
મંગુ : કેમ? કોણે માર્યો તને?
ચંગુ : સૂરજની મમ્મીએ.
સોનુ અને મોનુને રસ્તામાં
બે બોમ્બ મળ્યા.
સોનુ : ચાલ, આ બોમ્બ
આપણે પોલીસને સોંપી દઈએ
મોનુ : પણ એકાદો બોમ્બ
રસ્તામાં ફૂટી ગયો તો?
સોનુ : એમાં શું? પોલીસને
કહી દઈશું કે અમને એક જ
બોમ્બ મળ્યો હતો!