કાળુ સસલું, સફેદ સસલું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અર્જુનસિંહ કે. રાઉલજી
દે વગઢનો ડુંગર તો વિશાળ હતો. ઊંચાઈ પણ ઘણી હતી. કદાચ આપણને એમ લાગે કે એવરેસ્ટ પણ આનાથી ઊંચો નહીં હોય! ડુંગરની ટોચ ઉપર બિરાજમાન દેવગઢ બાબાજી અને સતી માતાનું સત પણ આખાય પંથકમાં પ્રખ્યાત હતું. શિખરની પેલી બાજુ તો વિશાળ ખાઈ હતી. એ દેવગઢની તળેટીમાં વસેલું નગર એટલે દેવગઢ.
એ ડુંગર ઉપર એક ચમત્કારિક મહાત્મા રહેતા હતા. ખૂબ જ સિદ્ધ પુરુષ હતા. પોતાના તપના પ્રતાપે એમણે બે સસલાં પ્રાપ્ત કર્યાં હતાં - કાળું સસલું અને સફેદ સસલું. કાળું સસલું એવું હતું કે મહાત્મા તેની પાસે જેટલા નાણાં માંગે તે બધાં જ ઘડીના છઠ્ઠા ભાગમાં મહાત્મા સામે હાજર કરી દે. જ્યારે સફેદ સસલું એવું હતું કે તેની પાસે જે અનાજ માંગો, જેટલું ખાવાનું માંગો તે તરત જ મળી જાય - જાણે એણે અખૂટ ભંડાર ભરી રાખ્યા ન હોય!
મહાત્મા આ બંને સસલાંનો ઉપયોગ માત્ર પરોપકાર અને પરદુઃખભંજન માટે જ કરતા હતા. ક્યારેય પોતાના અંગત સ્વાર્થ માટે કશું જ માંગતા નહોતા. તેમનું પોતાનું જીવન અને ગુજરાન તો માત્ર ભિક્ષાવૃત્તિથી જ ચાલતું, અને તેમાંય પોતાનું પેટ ભરવા જેટલું જોઈએ તેટલું જ લાવતા. દેવગઢના બધા લોકો મુશ્કેલીના સમયે મહાત્મા પાસે પહોંચી જતા. મહાત્મા આ બંને સસલાંની મદદથી તેમનું દુઃખ દૂર કરતા. પૈસાની જરૂર હોય તો કાળું સસલું મદદરૂપ થતું અને અનાજ કે ભોજનની જરૂર હોય તો સફેદ સસલું તે જરૂરિયાત પૂરી કરતું.
એક દિવસ મહાત્મા દેવલોક પામ્યા. બંને સસલાં હવે સ્વતંત્ર થઈ ગયાં. હવે તેમણે બીજા કોઈનો હુકમ માનવાનો નહોતો. પોતે જાતે જ નક્કી કરવાનું હતું કે કોને મદદ કરવી, કેટલી કરવી અને કોને ન કરવી!
સફેદ સસલાએ કાળા સસલાને કહ્યું, 'આપણે મહાત્માજીએ શરૂ કરેલું સદાવ્રત હંમેશાં ચાલુ જ રાખીશું અને લોકોને મદદ કરતા રહીશું.'
કાળું સસલું બોલ્યું, 'ના રે ના! હું તો હવે લોકોને મદદ કરી કરીને કંટાળી ગયો છું. આપણે તો હવે મોજમસ્તી કરીશું.'
થોડા દિવસ પછી બે ીઓ મદદ માટે આવી. પહેલી ી બોલી, 'મારો દીકરો ઘણો બીમાર છે. મારી પાસે તેની દવા કરાવવાના પૈસા નથી, મને મદદ કરો.'
બીજી ી બોલી, 'મારી દીકરી મોટી થઈ ગઈ છે પણ મારી પાસે તેને પરણાવવાના પૈસા નથી. જો તમે મદદ કરો તો હું તેને પરણાવી દઉં.'
સફેદ સસલાએ કાળા સસલા તરફ જોયું અને કહ્યું, 'હું તો માત્ર અનાજની મદદ કરી શકું, મારી પાસે પૈસા નથી. ધન તો કાળા સસલા પાસે છે.'
પેલી ીઓએ કાળા સસલાને આજીજી કરી. કાળું સસલું હસતાં હસતાં બોલ્યું, 'હું પૈસાની મદદ કરું, પણ મેં ઘણા સમયથી ીઓને લડતી નથી જોઈ! તમે બંને એકબીજા સાથે મરણિયા થઈને લડો. જે જીતશે, તેને તે માંગશે એટલી મદદ હું કરીશ.'
ીઓએ કહ્યું, 'મહાત્માજી તો આવું કશું નહોતા કરાવતા, તેઓ કોઈ પણ શરત વિના નિઃસ્વાર્થ મદદ કરતા હતા!'
કાળું સસલું ગુસ્સાથી બોલ્યું, 'હવે મહાત્માજી નથી રહ્યા, હવે હું જ સર્વેસર્વા છું! તમે બંને બરાબર લડો, જે જીતશે તેને જ હું મદદ કરીશ.'
લાચાર ીઓ બાખડી પડી. કોઈ વાળ ખેંચીને પછાડતી તો કોઈ હાથ ખેંચીને પછાડતી. લાતો, મુક્કા અને ગડદાપાટુની મારામારી શરૂ થઈ ગઈ. છેવટે બંને લોહીલુહાણ અને અધમૂઈ થઈને નીચે ઢળી પડી અને હાંફવા લાગી. કાળા સસલાએ તો તાળીઓ પાડીને કહ્યું, 'ના… ના… કોઈ જીત્યું નથી! તમાશો જોવાની મજા તો આવી, પણ લડાઈ બરાબર જામી નહીં. એટલે હું કોઈનેય મદદ નહીં કરું!'
બંને ીઓ રડતી રડતી ઊભી થઈ. કાળું સસલું તો કૂદકા મારતું મસ્તી કરતું ઝાડીઓમાં ગાયબ થઈ ગયું. સફેદ સસલાએ એ દુઃખી ીઓને સહારો આપ્યો અને કહ્યું, 'હું તમને ધન તો આપી શકતો નથી, પણ તમારે જેટલું જોઈએ તેટલું અનાજ અહીંથી લઈ જાઓ.' એમ કહી તેણે પોતાનો અન્નભંડાર ખોલી આપ્યો. બંને ીઓ જરૂરી અનાજ લઈ સફેદ સસલાને આશીર્વાદ આપતી વિદાય થઈ.
ચારેક દિવસ પછી એક લાચાર વૃદ્ધ માણસ પોતાની દીકરીને લઈને આવ્યો. કાળા સસલાને વિનંતી કરીને કહેવા લાગ્યો, 'હું કામ કરતો હતો એ કારખાનું બંધ થઈ ગયું છે. છેલ્લા એક અઠવાડિયાથી અમે કંઈ ખાધું નથી, તો મદદ કરો.' સફેદ સસલાએ તેમને પેટ ભરીને ખાવાનું અને જરૂરી અનાજ પૂરું પાડયું.
બીજા અઠવાડિયે એક ગરીબ પિતા પોતાના દીકરાને લઈને આવ્યા અને કરગરતાં બોલ્યા, 'આ મારો દીકરો ભણે છે, એની શાળાની ફી બાકી છે. જો ફી ભરવાના પૈસા મળે તો એ આગળ ભણી શકે.'
સફેદ સસલાએ કહ્યું, 'હું તો અનાજ આપી શકું, પૈસા તો કાળું સસલું જ આપી શકે.'
વૃદ્ધ માણસે કાળા સસલા તરફ આશાભરી નજરે જોયું. કાળું સસલું અહંકારથી બોલ્યું, 'પૈસા તો હું આપું, પણ મેં ઘણા સમયથી ઘરડા માણસનો નાચ નથી જોયો! જો ડોસા, તું નાચે અને મને પસંદ પડે તો જ હું પૈસા આપું.'
દીકરાએ બાપાને કરગરીને નાચવાની ના પાડી, છતાં દીકરાનું ભવિષ્ય સાચવવા લાચાર પિતા નાચવા લાગ્યા. ડોસો નાચતો રહ્યો, નાચતો રહ્યો… છેવટે થાકીને ચક્કર ખાઈને જમીન પર ઢળી પડયો. કાળું સસલું ઠંડે કલેજે બોલ્યું, 'હં… નાચ તો પૂરો થયો નહીં ને ડોસો પડી ગયો! ચાલો, ભાગો અહીંથી, કોઈ પૈસા-બૈસા નહીં મળે!' કહી તેણે છોકરાને પણ ધક્કો માર્યો.
સફેદ સસલાએ પેલા વડીલને પ્રેમથી ઊભા કર્યા, પાણી પાયું અને પોતાનો કોઠાર ખોલી આપતાં કહ્યું, 'જેટલું અનાજ જોઈએ તેટલું લઈ જાઓ.'
પિતા-પુત્ર અનાજ લઈને ભારે હૈયે નીકળી ગયા.
આવું તો રોજિંદું બની ગયું. કાળું સસલું કોઈને ફૂટી પાઈ પણ ન આપેત માત્ર ગરીબોની લાચારીનો તમાશો બનાવીને મજા લે. જ્યારે સફેદ સસલું લોકોનું દુઃખ જોઈ ન શકતું અને પોતાનાથી બનતી તમામ સહાય કરતું.
એવામાં ચોમાસું બેઠું. મૂશળધાર વરસાદ શરૂ થયો અને સાથે ભયાનક વાવાઝોડું ત્રાટક્યું. તોફાની પવન ફૂંકાવા લાગ્યો. બંને સસલાં પવનના ભારે જોરથી તણાઈને ઠેઠ દેવગઢના ખુલ્લા શિખર સુધી પહોંચી ગયાં. વાવાઝોડું શાંત થવાનું નામ નહોતું લેતું. બંનેને ફાળ પડી કે જો પવનના સપાટામાં ખાઈમાં પટકાયાં તો રામ રમી જશે!
આથી બંને 'બચાવો… બચાવો…'ની ચીસો પાડવા લાગ્યાં. ગામલોકોએ તેમની બૂમો સાંભળી એટલે તરત જાડાં દોરડાં લઈને પહાડ તરફ દોડી આવ્યા. લોકોએ દોરડું ફેંકીને સફેદ સસલાને કાળજીપૂર્વક બાંધી લીધું અને સલામત નીચે ખેંચી લીધું. સફેદ સસલું બચી ગયું.
કાળું સસલું પણ 'બચાવો… બચાવો…'ની આજીજીઓ કરતું રહ્યું, પણ કોઈ તેનો હાથ પકડવા આગળ ન આવ્યું. જેણે આખી જિંદગી લાચાર લોકોની મશ્કરી કરી હતી, તેના તરફ કોઈને દયા ન આવી. પવનના એક જોરદાર સપાટા સાથે તે ઊંડી ખાઈમાં ગબડી પડયું.
સાચે જ, જેવાં જેનાં કર્મ તેવું તેને ફળ
મળે છે!




