થરાદ-સાંચોર હાઇવે પર કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, ₹11 લાખના મુદ્દામાલ સાથે 1ની ધરપકડ, 2 વોન્ટેડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tharad Sanchor Highway Liquor Seizure: થરાદ-સાંચોર હાઇવે પર LCB પોલીસે રૂ. 11.04 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી કાર ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને ભરાવનાર બે શખસોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
થરાદ-સાંચોર હાઇવે પર કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
પોલીસ ફરિયાદ અનુસાર, વાવ-થરાદ જિલ્લામાં LCB પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે થરાદ-સાંચોર હાઈવે પર જાણદી સીમમાં ભોરોલ ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ કારમાં તપાસ કરતાં તેમાંથી ગેરકાયદે રીતે સપ્લાય કરાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ₹5.91 લાખની કિંમતની 588 વિદેશી દારૂ બોટલ, કાર, મોબાઈલ-રોકડ સહિત કુલ ₹11.04 લાખના મુદ્દામાલ સાથે મેહુલભાઇ ઉમિયાશંકર ગોર બ્રાહ્મણ(ઉં.વ.48. રહે. ભિડડા, તા.માંડવી, જિ.કચ્છ)ની ધરપકડ કરી છે.
₹11 લાખના મુદ્દામાલ સાથે 1ની ધરપકડ, 2 વોન્ટેડ
દારૂના ઝડપાયાના કેસમાં દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર રાજસ્થાનના ઝાલોરના દૂધવાના રહેવાસી સુખદેવ દુર્ગારામ અને કચ્છના આદીપુરના રહેવાસી ભાણુભાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. થરાદ પોલીસે ત્રણ આરોપી સામે ધી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.




