Vav - Tharad

શિક્ષક દિને જ ગુરુ શિષ્યના સંબંધ લજવાયા: વાવ-થરાદમાં શાળાના આચાર્ય સામે 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો આરોપ

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
વાવ-થરાદ સરહદી પંથકની સરકારી માધ્યમિક શાળાના આચાર્ય મનિષ પરમારે 15 વર્ષીય વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. શિક્ષક દિને જ ગુરુ-શિષ્યના સંબંધો લજવતા આ કૃત્યમાં આચાર્યે શાળાના રૂમમાં સગીરાને બોલાવી દુષ્કર્મ આચર્યું. માવસરી પોલીસે સગીરાની ફરિયાદના આધારે આરોપી આચાર્ય વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શિક્ષક દિને જ ગુરુ શિષ્યના સંબંધ લજવાયા: વાવ-થરાદમાં શાળાના આચાર્ય સામે 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો આરોપ

Vav-Tharad Crime News: શિક્ષક દિને જ સમાજને શરમસાર કરતી અને ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોને લજવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાવ-થરાદ જિલ્લાના સરહદી પંથકની એક સરકારી માધ્યમિક શાળાના આચાર્યે પોતાની પદની ગરિમા અને નૈતિક જવાબદારી ભૂલીને 15 વર્ષીય વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગતા ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે સગીરાની ફરિયાદના આધારે આચાર્ય સામે ગુનો નોંધાયો છે.

શાળાના રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ

પોલીસ ફરિયાદ અનુસાર, સગીરા જ્યારે શાળામાં હાજર હતી ત્યારે શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મનિષ પરમારે પોતાની સત્તા અને વિશ્વાસનો દુરુપયોગ કર્યો હતો. આચાર્યે સગીરાને શાળાના એક રૂમમાં બોલાવી અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. સગીરાએ રૂમમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેને અટકાવીને તેની મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય આચર્યું હતું. આટલું જ નહીં, આ કુકર્મ આચર્યા બાદ શિક્ષકે સગીરાને જો આ અંગે કોઈને પણ જાણ કરશે તો જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી.

વાલીઓ અને સામાજિક આગેવાનોમાં ભારે રોષ

શિક્ષણ જગતને કલંકિત કરતી આ શરમજનક ઘટના બહાર આવતાં જ સરહદી પંથકના વાલીવર્ગ, શૈક્ષણિક આક્ષેપો અને સામાજિક આગેવાનોમાં આક્રોશની આગ ભભૂકી ઊઠી છે. લોકો દ્વારા શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે.

આ ગંભીર મામલે માવસરી પોલીસે ભોગ બનનાર સગીરાની ફરિયાદના આધારે આરોપી શિક્ષક મનિષ પરમાર વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.